કેજરીવાલના બીજેપી પર ફરી એક વખત આક્ષેપ, ભાજપના કારણે ગુજરાતના લોકો મોંઘી વીજળીથી પરેશાન

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 જુલાઈ ની રાત્રે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખ કિશોરભાઈ દેસાઈ અને સાથી નેતાઓ તથા કાર્યકરો એ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને રાત્રે કેજરીવાલ જી એ રાજ્યના નેતાઓ સાથે સંગઠન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

ત્યારબાદ આજે 21મી જુલાઇ એ બપોરે 1 વાગે અરવિંદ કેજરીવાલ સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ હોલ (કતારગામ) પહોંચ્યા અને ગુજરાત ની જનતા ને ભેટ સ્વરૂપે સરકાર બન્યા બાદ ની પ્રથમ ગેરંટી જાહેર કરતા કેજરીવાલ જી એ કહ્યું કે, છેલ્લા 2 મહિના થી ઘણી વાર ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. અને દરેક વખતે મને ગુજરાત ની જનતા તરફથી સહર્ષ પ્રેમ મળ્યો છે તે બદલ હું ગુજરાતની જનતા નો આભારી છું.

ગુજરાતમાં 27 વર્ષ થઇ ગયા છે એક જ પાર્ટી ને શાસન કરતા કરતા, 27 વર્ષ સુધી શાસન માં રહેતા ભાજપ ને ઘમંડ આવી ગયો છે, હવે ભાજપ પાસે કોઈ નવા આઈડિયા પણ નથી બચ્યા કે હવે શું કરવાનું છે, તેમને જે કંઈ કરવાનું હતું તે કરીને જ બેઠા છે. પરંતુ, હવે ગુજરાત બદલાવ માંગે છે. પાછલા ઘણા મહિનાઓથી ગુજરાત આવા જવાનું થયું છે, લોકો ને મળવાનું થયું છે, લોકોની સમસ્યાઓ સાંભળી છે, ગુજરાત ની જનતા નો અવાજ સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વીજળી ખુબ જ મોંઘી છે. અહીંયા લોકો મોંઘા વીજળી ના બિલ થી વધુ પરેશાન છે.

દિવસે ને દિવસે બસ મોંઘવારી વધતી જાય છે, પરંતુ કોઈ નું વેતન વધતું નથી. ગુજરાતમાં લોકોને ઘર ચલાવવું અઘરું થઈ ગયું છે, આ બધી મોંઘવારી વચ્ચે લોકો માટે સૌથી વધારે અઘરા છે વીજળી ના વધતા ભાવ. ગુજરાત ના લોકો એ મને કહ્યું કે દિલ્હી માં વીજળી મફત છે, હમણાં 1 જુલાઈ થી સરકાર બન્યા ના ફક્ત 3 મહિના માં જ પંજાબ માં પણ વીજળી મફત થઈ ગઈ છે, હવે અમને ગુજરાત માં પણ વીજળી મફત જોઈએ છે. ગુજરાત ની જનતા નું માન રાખતા, તેમની સૌથી મોટી સમસ્યા સાંભળતા અમે પહેલી ગેરેંટી વીજળી ના મુદ્દે લઈને આવ્યા છે.

ઘણી બધી પાર્ટી ઓ આવે છે અને કહે છે કે અમારો મેનીફેસ્ટો છે, અમારું સંકલ્પ પત્ર છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ જનતા માટે કંઈ કરતુ નથી, સંકલ્પ પત્ર ક્યાંય કચરાના ડબ્બા માં જોવા મળે છે, પાર્ટી એ કરેલા વાયદાઓ વિશે પૂછીએ તો તેઓ કહે છે કે એ તો ફક્ત ચૂંટણી માટે નો જુમલો હતો. પરંતુ અમને મત રાજનીતિ કરતા નથી આવડતી, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ, અમે જે અંદર છીએ એ જ બહાર છીએ એટલે જ ગુજરાત ની જનતા માટે ગેરેંટી લઈને આવ્યા છીએ. જેમ કોઈ સામાન ની ગેરેંટી હોય અને તે ખરાબ નીકળે તો પૈસા પાછા મળે એમ જ જો અમારી આમ આદમી પાર્ટી ની સરકાર જનતાને આપેલી ગેરેંટી પુરી ના કરે તો તમે બીજી વાર મત ના આપતા.

કેજરીવાલે આગળ કહ્યું કે, વીજળી ની ગેરેંટી ફક્ત વાયદાઓ નથી, આ એ સત્ય છે જે અમે દિલ્હી અને પંજાબ માં કરી બતાવ્યું છે. આ એ વાયદા ઓ છે જે કરી બતાવ્યા છે, કરતા આવડે છે અને કરવાની નિયત છે. વીજળી પર ની પ્રથમ ગેરેંટી ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બન્યા બાદ ના ફક્ત 3 મહિના ની અંદર જ પુરી કરવામાં આવશે. આખી દુનિયામાં આજ સુધી 24 કલાક અને મફત વીજળી કોઈએ કરી નથી, બીજા કોઈ નેતા ને આ વ્યવસ્થા કરતા આવડતું નથી, ઈશ્વરે આ વિદ્યા માત્ર મને જ આપી છે, ફક્ત મારી પાસે આ જાદુ છે.

દિલ્હીમાં મફત વીજળી નો કોઈ વિરોધ નથી કરતુ, ફક્ત ભાજપ વાળા મફત વીજળી નો વિરોધ કરે છે. એટલે અમે એ લોકો માટે પણ એક સુવિધા તૈયાર કરી છે કે જેને પણ મફત વીજળી ના જોઈતી હોય એ લેખિત માં આપી દે, 1 ઓક્ટોબર થી અમે એ લોકોને મફત વીજળી આપવાનું બંધ કરી દઈશું.

વીજળી પર ની ગેરેંટી પુરી પાડવા માટે અમારે બીજી કોઈ જગ્યા એ થી રેવેન્યૂ જનરેટ કરવાની જરૂર નથી, અત્યારે ગુજરાત માં મદ્યપાન નિષેધ છે, તો અમે પણ ગુજરાત માં મદ્યપાન નિષેધ લાગુ જ રાખશુ પરંતુ કોઈને પણ ગેરકાનૂની દારૂ વેચવા નહિ દઈએ. અમે ઈમાનદાર લોકો છીએ, અમારી પાર્ટી ને ગેરકાનૂની દારૂ વહેચીને ફંડ ભેગું કરવાની જરૂર નથી.

કેજરીવાલે વડાપ્રધાન જી ના રેવડી વાળા કથન પર પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, જે રેવડી જનતા માં મફત માં વેચવામાં આવે એને ભગવાન નો પ્રસાદ કહેવાય. મફત માં સારી શિક્ષણ વ્યવસ્થા આપવી, સારી આરોગ્ય વ્યવસ્થા આપવી, મફત વીજળી આપવી, મહિલાઓને મફત માં બસ મુસાફરી આપવી, એ બધી જ સુવિધાઓ જનતા માટે ભગવાન ના પ્રસાદ સમાન છે. પરંતુ જે પોતાના મિત્રો ને મફત રેવડી આપે છે એ પાપ છે, જે તેમના મંત્રીઓ ને મફત રેવડી આપે છે એ પાપ છે, જે લોકો એમ કહે છે કે મંત્રીઓ ને મફત વીજળી મળવી જોઈએ અને જનતા ને નહિ એ પાપ છે. પરંતુ હું એમ કહું છું કે, જો મંત્રીઓ ની વીજળી ફ્રી થશે તો જનતા ની પણ વીજળી ફ્રી થશે.

Scroll to Top