બાઈક પર બેઠેલા હતા 4 લોકો, પાંચમાં વ્યક્તિને બેસાડવા માટે અપનાવ્યો આ જુગાડ

આ વિડીયો ટ્વીટર પર આઈએફએસ અધિકારી પ્રવીણ અંગૂસામીએ શેર કર્યો છે. તેની સાથે તેમને રસપ્રદ કમેન્ટ લખી છે કે, તમે જોઈ શકો છો કે એક બાઈક પર પહેલા ચાર લોકો બેસે છે. બાદમાં ત્યાં ઉભો રહેલો પાંચમો વ્યકિત પણ બાઈક પર બેસવાની જગ્યા શોધી રહ્યો છે.

ત્યાર બાદ બેઠેલા ચાર લોકો તેનાથી કંઇક કહે છે અને પછી તે પાંચમાં વ્યક્તિને પોતાના હાથમાં પકડી બાઈક પર સુવડાવી દે છે અને બાઈકને દોડાવવા લાગે છે. તમે પણ જોઈ શકો છે કે, કેવી રીતે ચાર લોકોની મદદથી પાંચમો વ્યક્તિ બાઈક પર આરામથી સવારી કરતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો ખૂબ રસપ્રદ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો તેમને શક્તિમાનનું મગજ જણાવી દીધું છે.

Scroll to Top