જેને કોરોના થઈ ગયો છે, તેમના શરીરમાં આટલા સમય સુધી ઉપ્લબ્ધ રહે છે ઈમ્યુનિટી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના વાયરસને દેશના લાખો કરોડો લોકોને સંક્રમિત કર્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈને અલગ-અલગ વિશેષજ્ઞો દ્વારા અલગ-અલગ સંશોધનો કરવામાં આવે છે. કેટલાક સંશોધનો ચિંતાજનક હોય છે, તો કેટલાક સંશોધનો સારા અને ચિંતા ઓછી થાય તેવા સમાચારો લઈને પણ આવે છે.

તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં એવો ખુલાસો થયો કે, જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે તેમના શરીરમાં કોવિડ વેક્સિન વગર જ એક વર્ષ સુધી એન્ટિબોડી ઉપલબ્ધ રહે છે અને તેઓની ઇમ્યુનિટી આ વાયરસ વિરૂદ્ધ મજબૂત રહે છે.

Nature વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલ અભ્યાસમાં સંશોધનકર્તાઓની ટીમએ 63 લોકો પર અભ્યાસ કર્યો છે. જેઓ કોવિડ ઇન્ફેક્શનથી અંદાજે 1.3 મહીને, 6 મહીને અને 12 મહીના પહેલાં બહાર આવ્યા હતાં. જેમાંથી 41 ટકા એટલે કે, 26 લોકોને ફાઇઝર-બાયોએનટેક અથવા મોડર્ન વેક્સિનનો એક ડોઝ મળ્યો હતો.

રૉકફેલર યુનિવર્સિટી અને ન્યુયોર્કની વેડન કોર્નેલ મેડિસિનની ટીમના નેતૃત્વમાં કરવામાં આવેલા સંશોધન અનુસાર, કોવિડ-19 ઇન્ફેક્શનથી સ્વસ્થ થનારા લોકોના શરીરમાં એન્ટિબોડી અને ઇમ્યુન મેમરી અંદાજે 6 મહીનાથી લઇને 1 વર્ષ સુધી બની રહી શકે છે. જો કે, SARS-CoV-2 વિરૂદ્ધ ઇમ્યુનિટીના લાંબા સમય સુધી હોવાનો સંકેત આપે છે.

અભ્યાસ અનુસાર, “કોવિડ વેક્સિનેશન વગર પણ SARS-CoV-2 વાયરસના રિસેપ્ટર બાઇડિંગ ડોમેન પ્રત્યે એન્ટીબોડી રિએક્ટિવિટી, ન્યુટ્રાલાઇઝિંગ એક્ટિવિટી અને આરબીડી-સ્પેસિફિક મેમોરી બી સેલ્સ 6 મહીનાથી લઇને 12 મહીના સુધી સ્થિર રહી શકે છે.”.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો