વિધ્યાર્થી એ પેપર કોરું મૂક્યું હતું છતાં પણ મળ્યા 12 માર્કસ, શિક્ષકે નોંધ પણ લખી કે “અક્ષર સારા કરો”..

“શિક્ષક સાધારણ નથી હોતો. સર્જન અને વિનાશ તેના ખોળામાં રમતા હોય છે.” આ ચાણક્યનું વાક્ય છે. પરંતુ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ આ વાતને તદન ખોટી સાબિત કરી બતાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો હોવા છતાં પાસ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે.

ધોરણ 4 ના વર્ગના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગશિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો હોવા છતાં 25માંથી 15 અને 25માંથી 12 જેવા માર્ક્સ આપી દીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાળકોએ પેપરમાં કઇ પણ લખ્યું નથી છતાં પણ પેપર તપાસીને સૂચના પણ લખી છે કે “અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો” જે ખૂબ જ આશ્ચર્યની વાત છે.

આ પ્રકારની ગેરરીતિ માત્ર આ એક જ સ્કૂલ માંથી બહાર આવી છે. પરંતુ દરેક સરકારી સ્કૂલ માં આવું જ ચાલી રહ્યું છે. સરકારી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને આવી રીતે ઊઠાં ભણાવે તો ક્યાંથી ભણશે ગુજરાત? સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની લેવાયેલી એકમ કસોટી સહિતની પરીક્ષામાં મેળવેલા ગુણ રાજ્ય સરકારના પોર્ટલ ‘સરલ’ પર અપલોડ કરવાના હોય છે. આજ વિદ્યાર્થીના ખોટા માર્ક્સ સરકારના પોર્ટલ ‘સરલ’ પર પણ અપલોડ કરી દેવાયા છે.

સરકારી શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણનો સ્તર ખૂબ નીચો છે. પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો સ્કૂલના વિદ્યાર્થીનું પર્ફોર્મન્સ નબળું પડે અને એવી જ રીતે શિક્ષકના પગાર પર્ફોર્મન્સ પર પણ અસર થતી હોય છે. આવું ના થાય તે માટે શિક્ષકે સારા માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરી દીધા. જેથી કરીને વિદ્યાર્થી અને શિક્ષક બંનેનું પરિણામ સચવાઇ જાય.

Scroll to Top