અલ્પેશ ઠાકોર જે ભાજપના દિગ્ગજ નેતા તરીકે ઓળખવામાં આવે છે, જે બનાસકાંઠા જિલ્લામાં રહે છે. તેમને તારીખ જાહેર કરતા પહેલા સંકેત આપી દીધા છે.
કે તે રાધનપુર ખતે ચૂંટણી લડવામાં છે, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કરી દેશે.
આગામી 30 ઓગસ્ટથી અલ્પેશ ઠાકોર રાંધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કરશે. જો કે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરએ સંકેત આપી દીધા છે કે રાધનપુરથી પેટા ચૂંટણી લડશે. જોકે હજુ પેટા ચૂંટણી ની તારીખ નક્કી કરવામાં આવી નથી.
પરંતુ અલ્પેશ ઠાકોર પ્રચાર માટે તારીખ પણ નક્કી કરી દીધી છે. આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પહેલા જ અલ્પેશ ઠાકોરે રાંધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે.
જો કે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.
આપણે સૌ જાણીએ છીએ કે અલ્પેશ ઠાકોર એ પહેલાં કોંગ્રેસના નેતા હતા, પરંતુ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા રાંધનપુરના પૂર્વ ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર 30 મી ઓગસ્ટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવા અહેવાલ પ્રાપ્ત થયાં છે.
આમ જ્યારે એક બાજુ ચૂંટણી પંચ દ્વારા તારીખની જાહેરાત થઇ નથી તેમજ ભાજપ દ્વારા પણ હાલમાં રાંધનપુર બેઠકને લઇને કોઇ નામ અંગે સંકેત આપવામાં આવ્યા નથી.
પરંતુ બધા લોકોની ખાતરી છે કે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર નું નામ જ પ્રથમ આવે છે. ત્યારે રાંધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાને લઇને એકતરફ ભાજપને પણ આ બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર કરવા અંગે જણાવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષમાંથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
ગાંધીનગરના કમલમ્ ખાતે જીતુ વાઘાણીની હાજરીમાં બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે સમગ્ર દેશના લોકોને રાષ્ટ્રવાદી નેતૃત્વ પર ભરોસો છે.
નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થયો છું. આમ અલ્પેશ ઠાકોર રાધનપુર ખાતે પેટા ચૂંટણી માં ઉભારેવાનું નક્કી કર્યું છે. જોકે હજુ કોઈ ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ સંપૂર્ણ ખાતરી છે કે અલ્પેશ ઠાકોર ને જ જગ્યા મળશે.