મોંઘવારીનો માર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, આ રાજ્યની સરકારે જનતા પર ઝીક્યો ભાર

નવી દિલ્હી: કર્ણાટક બાદ ગોવા સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ 1 રૂપિયો પ્રતિ લીટર વધારી દીધું છે. ડીઝલના ભાવમાં 36 પૈસાનો વધારો કર્યો છે. આ વધારે વેલ્યૂ એડેડ ટેક્સ એટલે કે વેટમાં વધારાના કારણે થયો છે. નવા ભાવ શનિવારથી લાગૂ થઈ જશે.

ગોવા સરકારે 22 જૂને પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ભાષાના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અવર સચિવ પ્રણબ જી ભટ્ટે શુક્રવારે આ વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે, 22 જૂનથી પેટ્રોલ 1 રૂપિયો અને ડીઝલ 36 પૈસા મોંઘું થઈ જશે.

આ વધારા બાદ કેટલા થશે ભાવ

ભટ્ટે કહ્યું કે, વેટમાં વધારાનો મતલબ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશ: 1 રૂપિયે અને 36 પૈસાનો વધારો થશે. ગોવામાં પેટ્રોલની હાલની કિંમત 95.40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 87.90 રૂપિયા પ્રતિ લીટર વધારો થશે. ગોવામાં પેટ્રોલની કિંમત 95.40 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 87.90 રૂપિયા પ્રતિ લીટર છે.

કોંગ્રેસે ગોવા સરકાર પર ટાર્ગેટ કર્યો

વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા યૂરી અલેમાઓએ આ અસંવેદનશીલ સરકારનો નિર્ણય ગણાવ્યો અને તેને તરત પાછો લેવાની માગ કરી.

Scroll to Top