કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પેટ્રોલને GST માં લેવા મુદ્દે તેમના દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, આવતીકાલના GST કાઉન્સીલને લઈને મહત્વની બેઠક યોજાશે. જેથી આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. જેના કારણે આ ઘણી મહત્વની રહેશે.
આ સિવાય આજની પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી બેડ બેંકો દ્વારા કેબિનેટમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને લઈને મહત્વની જાણકારી આપી શકે છે. ભારતીય બેંક સંઘે સરકારની ગેરંટી લગભગ 31 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેની સાથે IBA ને ખરાબ બેંક મુદ્દે કામ સોંપાયું છે.
તમને જણાવી દઈએ કે, હાલ બેડ બેંકને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. નિષ્ણાંત મુજબ કહેવામાં આવ્યું છે કે, બેડ બેંક કોઈ બેક નથી પરંતુ આ એક એસેટ રિકંન્સટ્રકશન કંપની છે જે બેંકના દેવાને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. જ્યારે આવું કરવાના કારણે બેંકો સરળતાથી અન્ય લોકોને લોન પણ આપી શકશે.
તેની સાથે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ માણસ બેંક પાસેથી લોન લે અને જ્યારે તે લોન ભરપાઈ ના કરી શકે ત્યારે તેના લોન ખાતાને બંધ કરી દેવાઈ છે. જ્યારે બેંક દ્વારા તેની પાસેથી લોનની રીકવરી તો કરાઈ જ છે. પરંતુ મોટા ભાગના કેસમાં પૂરી રકમ વસૂલ થઈ શકતી નથી.
નોંધનીય છે કે, આજે નાણામંત્રી જે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે તેમા ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મહત્વની જાણકારી સામે આવી શકે છે. જેમા પેટ્રોલ અને ડિઝલને GST માં લેવામાં આવશે કે નહી તે મુદ્દે મોટી જાણકારી અપાશે.