પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા, જાણો આજે કેટલા થયા મોંઘા

કોરોનાના કહેર વચ્ચે સામાન્ય જનતા હાલના સમય ગાળામાં મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથે ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટર વધ્યો છે જ્યારે બીજી તરફ ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

દેશના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ આ પ્રકાર પહોંચ્યો

જયપુરમાં પેટ્રોલ 101.02 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 105.52 રૂપિયા અને ડીઝલ 98.32 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના રીવમાં પેટ્રોલ 104.82 રૂપિયા અને ડીઝલ 95.95 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 105.18 રૂપિયા અને ડીઝલ 96.28 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ પ્રકાર છે

  • દિલ્હી – પેટ્રોલ 94.49 રૂપિયા અને ડીઝલ 85.38 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે.
  • મુંબઈ – પેટ્રોલ 100.72 રૂપિયા અને ડીઝલ 92.69 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે.
  • ચેન્નઈ – પેટ્રોલ 95.99 રૂપિયા અને ડીઝલ 90.12 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે.
  • કોલકાતા – પેટ્રોલ 94.50 રૂપિયા અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે.
Scroll to Top