તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારે લોકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા નો ઘટાડો કરવામાં આવી રહી છે. સરકારની આ જાહેરાતથી તહેવારોમાં લોકોને થોડી રાહત ચોક્કસ મળશે.
દિવાળીની પૂર્વ સંધ્યા પર ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશઃ 5 રૂપિયા અને 10 રૂપિયા ઘટાડાશે.