જો તમે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે આ સમાચાર છે. ખરેખરમાં ભારતીય બજારમાં આવા ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેમાં લાંબી રેન્જ સાથે પાવરફુલ બેટરી પેક ઉપલબ્ધ છે. જેમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં અથર 450 એક્સ, રેવોલ્ટ આરવી400, બજાજ ચેતક, સિમ્પલ વન અને હીરો એ.ડીનો સમાવેશ થાય છે. આજે અમે તમને આ ઈલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઈકલના ફીચર્સ અને કિંમતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો કરીએ એક નજર….
અથર 450/450 એક્સ (Ather 450/450 X)
અથર કંપનીએ સૌપ્રથમ 450 ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું અને ત્યાર બાદ કંપનીએ આ સ્કૂટરનું અપગ્રેડેડ વર્ઝન એક્સ 450એક્સ મોડલ લોન્ચ કર્યું. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 90 કિમીની રેન્જ આપવામાં આવી છે. આ સિવાય આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 85કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ જોવા મળશે. જો બેટરી વિશે વાત કરીએ તો આઇ.વીમાં 2.7 કિલોમીટર પ્રતિ કલાકનીની બેટરી છે. આ સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરની કિંમત 1.27 લાખ (એક્સ-શોરૂમ) છે.
રિવોલ્ટ આરવી400 (Revolt RV400)
આ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક છે. રિવોલ્ટ આરવી 400 બાઇક ટુ-વ્હીલર કેટેગરીમાં ખૂબ જ લોકપ્રિય છે કારણ કે આ મોટરસાઇકલ સામાન્ય સ્પોર્ટ્સ બાઇક જેવી લાગે છે. આ બાઇક માત્ર એક જ ચાર્જ પર 150 કિમીની રેન્જ આપે છે. આ બાઇકમાં 3.24 કિલોવોટની રિમૂવેબલ બેટરી છે અને આ બાઇક પાંચ કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. આ બાઇકની બજાર કિંમત 1 લાખ 40 હજાર છે.
બજાજ ચેતક
બજાજ ચેતક પણ એક લોકપ્રિય સ્કૂટર છે જેના બે વેરિઅન્ટ છે. તેના અર્બન વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયા છે. ત્યા જ, પ્રીમિયમ વેરિઅન્ટની કિંમત 1 લાખ 15 હજાર રૂપિયા છે. આ સ્કૂટરમાં 3 કિલોમીટર પ્રતિ કલાક લિથિયમ આયન બેટરી છે અને આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 95 કિમીની રેન્જ આપી શકે છે. કંપની અનુસાર, આ સ્કૂટરની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાક છે.
સિમ્પલ વન
આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું નામ ભલે સરળ હોય પરંતુ તેના ફીચર્સ ખૂબ જ ખાસ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર એક જ ચાર્જમાં 235 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ ઉપરાંત, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એક વધારાનું બેટરી પેક પણ આપવામાં આવ્યું છે જે 66 કિલોમીટરની રેન્જને વધારે છે. સિમ્પલ વન એ સ્કૂટરની વિશિષ્ટ શ્રેણીઓમાંની એક છે જે સિંગલ ચાર્જ પર 250 કિમીથી વધુની રેન્જ આપે છે. કંપની અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્કૂટરની બેઝ પ્રાઇસ 1.09 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે પરંતુ જો તમને આ સ્કૂટરના એક્સ્ટ્રા બેટરી પેક મોડલમાં રસ હોય તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.44 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
હીરો એડી
હીરો એડી ઇલેક્ટ્રિક સ્કૂટર ખાસ કરીને ટૂંકી મુસાફરી માટે ખૂબ પ્રભાવશાળી હોવાનું કહેવાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 30Ahની બેટરી છે અને આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે, તેથી જ તે ટૂંકી સફર માટે આરામદાયક સ્કૂટર છે. હીરો એડીની એક્સ-શોરૂમ કિંમત રૂ.72,000 છે.