16 વર્ષના કિશોરોને પણ મળશે કોરોના વેક્સીન, Pfizer એ કરી અરજી

અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર (Pfizer) એ તેની વેક્સીનનો ઉપયોગ 16 વર્ષના લોકો પર કરવા માટે અરજી કરી છે. આ વેક્સીનને Pfizer અને BioNTech એ સાથે મળીને બનાવી છે. બંને કંપનીઓએ અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને 16 અને તેથી વધુ વયના લોકોમાં રસીનો ઉપયોગ કરવા માટેના લાઇસન્સ માટે અરજી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સુધી વેક્સીનનો ઉપયોગ ફક્ત 18 વર્ષથી વધુ વયના લોકોમાં જ એટલે કે પુખ્ત વયના લોકોમાં જ કરવામાં આવતો હતો. પરંતુ હવે શક્ય છે કે વેક્સીનનો વ્યાપ વધારવામાં આવે.

તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ફાઈઝરની વેક્સીન નો જલ્દી જ તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ચર્ચા ચાલી રહી છે. ફાઈઝરના અધ્યક્ષ અને સીઈઓ આલ્બર્ટ બુર્લાએ ગયા સોમવારે જણાવ્યું હતું કે કંપની તેની વેક્સીનને ભારતમાં જલ્દીથી ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે, જેથી તેને ઝડપથી મંજૂરી મળી શકે. ફાઈઝરએ આ પહેલા એપ્રિલમાં કહ્યું હતું કે તેને ભારતમાં સરકારી રસીકરણ કાર્યક્રમ માટે તેની વેક્સીનને બિનલાભકારક કિંમતે પ્રદાન કરવાની ઓફર કરી હતી અને તે ભારતમાં વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે.

બુર્લાએ કહ્યું હતું, ‘ફાઈઝર આ વાતને જાણે છે કે મહામારીને સમાપ્ત કરવા માટે વેક્સીનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે. દુર્ભાગ્યે થી અમારી વેક્સીન ભારતમાં રજીસ્ટર થયેલ નથી, જોકે અમે મહિનાઓ પહેલાં અરજી કરી હતી. ‘તેમણે કહ્યું,’ અમે હાલમાં ભારત સરકાર સાથે અમારી ફાઈઝર બાયોટેક વેક્સીનને દેશમાં ઉપલબ્ધ કરાવવા માટે ઝડપથી મંજૂરી આપવા ચર્ચા કરી રહ્યા છીએ. ‘

ભારતમાં સ્ટડી ન કરવાને કારણે ન મળી હતી પરવાનગી

ફાઈઝરએ પહેલા પણ દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માંગી હતી ત્યારે કોઈ સ્વદેશી સ્ટડી ન થવાને કારણે કંપનીને મંજૂરી આપવામાં આવી ન હતી. કંપનીએ કહ્યું હતું કે દુનિયાભરમાં ઉપલબ્ધ તેના એફીકેસી રેટના આધારે અનુમતિ આપવામાં આવે. પરંતુ હવે, કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સરકારે વિદેશી વેક્સીનને પણ મંજૂરી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ ફાઇઝરની વેક્સીન પર કોઈ નક્કર વાત સામે આવી શકે છે.

Scroll to Top