અમેરિકા દ્વારા ફાઈઝરની કોવિડ-19 ગોળીને ઘરેલુ વપરાશ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કંપનીના કહેવા મુજબ, આ ગોળી કોરોનાના દર્દીઓ માટે ફાયદાકારક રહેલ છે અને નવા વેરિએન્ટ પર તે પ્રભાવશાળી પણ છે. ફાઈઝર ઈંકે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસન દ્વારા એન્ટીવાયરલ કોવિડ-19 ગોળીને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે આ કોરોના વાયરસ માટેનો પ્રથમ ઘરેલુ ઉપચાર પણ રહેશે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ આ ગોળી વાયરસને ઝડપથી ફેલાવાથી રોકે છે.
એજન્સીના કહેવા મુજબ, ફાઈઝરના ક્લીનિકલ પરીક્ષણના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે, તેની બે દવાઓ એન્ટીવાયરલ રેજિમેન ગંભીર બીમારીવાળા રોગીઓ પર પ્રભાવી રહી હતી. હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને રોકવામાં 90 ટકા પ્રભાવી રહી હતી. લેબમાંથી મળેલા તાજેતરના આંકડાઓ મુજબ, આ દવા ઓમિક્રોન વેરિએન્ટ પર પ્રભાવી દવા રહેલી છે. આ દવા અતિ ગંભીર દર્દીઓ અને ન્યૂનતમ 12 વર્ષની ઉંમરના રોગીઓ માટે સારવારમાં ઉપયોગમાં લઇ શકાય છે. આ દવા લેવા માટે બાળકનું વજન ઓછામાં ઓછું 40 કિગ્રા હોય તે જરૂરી રહેલુ છે.
કંપની દ્વારા પોતે યુએસમાં તાત્કાલિક ડીલિવરી કરવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું હતું. 2022 માં તેમના પ્રોડક્શનને 80 મિલિયનથી વધારીને 120 મિલિયન સુધી કરવાની તૈયારી હોવાની પણ જાણકારી આપી હતી. અમેરિકી સરકાર દ્વારા ફાઈઝર દવાના 10 મિલિયન ડોઝ માટે કરાર કરવામાં આવ્યો છે અને તેની કિંમત 530 ડોલર પ્રતિ કોર્સ રખાઈ છે.