હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આપવામાં આવશે રસી, ફાઈઝરએ શરૂ કર્યું ટ્રાયલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના વાયરસની રસી બનાવનાર અમેરિકન કંપની ફાઇઝરે તેની રસીની ટ્રાયલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પણ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ઓછી સંખ્યામાં નાના બાળકોને રસીના અલગ અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઈઝરને દુનિયાના ચાર દેશોમાં 4,500 થી વધુ બાળકોની પસંદગી કરી છે. જે દેશોમાં ફાઇઝરની રસીનું ટ્રાયલ થવાનું છે તેમાં અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.

ફાઈઝરએ કહ્યું કે, એ ટ્રાયલના પહેલા તબક્કામાં વેક્સીનના નાના ડોઝની પસંદગી કર્યા પછી 12 વર્ષથી ઓછી વયના બાળકોના એક મોટા જૂથમાં COVID-19 રસીકરણનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પહેલેથી જ આપવામાં આવી રહી છે વેક્સીન

ફાઇઝરની કોવિડ વેક્સીનને પહેલે થી અમેરિકા અને યુરોપિયન સંઘમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોના લગાવવા માટે મંજૂરી આપવામાં આવેલ છે. જો કે, આ મંજૂરી ફક્ત કટોકટીના ઉપયોગ માટે આપવામાં આવી છે. ફાઈઝરએ કોરોનાની આ વેક્સીન તેના જર્મન ભાગીદાર બાયોનેટિકેના સહયોગથી બનાવી હતી. આ કંપનીની વેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પહેલા તેની મંજૂરી આપવામાં આવી હતી.

કંપનીએ કહ્યું કે વેક્સિનેશનના ટ્રાયલ માટે આ અઠવાડિયે 5 થી 11 વર્ષના બાળકોની પસંદગી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. આ બાળકોને 10 માઇક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવશે. આ ડોઝ કિશોરો અને પુખ્ત વયના લોકોને આપવામાં આવતી રસીના માત્રાનો ત્રીજો ભાગ છે. તેના થોડા અઠવાડિયા પછી 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો પર રસી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તેમને ત્રણ માઇક્રોગ્રામ વેક્સીન આપવામાં આવશે.

ઘણી કંપનીઓ કરી રહી છે ટેસ્ટ

ફાઈઝર સિવાય મોડર્ના પણ 12 થી 17 વર્ષના બાળકો પર વેક્સીન ટેસ્ટ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેના પરિણામ સામે આવી શકે છે. ખાસ વાત એ છે કે એફડીએ બંને કંપનીઓના દ્વારા અત્યાર સુધીના પરિણામો પર વિશ્વાસ વ્યક્ત કરતાં 11 વર્ષ સુધીના બાળકો પર પણ વેક્સીન ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગયા મહિને, એસ્ટ્રાઝેનેકાએ 6 થી 17 વર્ષની ઉંમરના બાળકો પર બ્રિટેનમાં અભ્યાસ શરૂ કર્યો છે. જયારે, જ્હોનસન અને જોહ્ન્સન પણ અભ્યાસ કરી રહ્યા છે. જયારે, ચીનના સિનોવાકે ત્રણ વર્ષ સુધીના બાળકો પર પણ પણ તેની વેક્સીનને અસરકારક ગણાવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો