યુક્રેનની સુંદર હસીના…ઉઠાવી બંદુક, મિલેટ્રી યુનિફોર્મ પહેરી રશિયાને આપ્યો પડકાર

Anastasiya Lena

રુસો-યુક્રેન યુદ્ધની વચ્ચે, ઘણા યુક્રેનિયન નાગરિકોએ દેશની રક્ષા માટે હથિયારો ઉપાડ્યા છે. પુરૂષોની સાથે સાથે ઘણી મહિલાઓ અને સેલિબ્રિટીઓ પણ યુદ્ધમાં યોગદાન આપી રહી છે. આ દરમિયાન યુક્રેનની સૌથી સુંદર મહિલા અને પૂર્વ મિસ યુક્રેને પણ બંદૂક હાથમાં લીધી હતી. વર્ષ 2025માં મિસ યુક્રેનનો ખિતાબ જીતનાર અનાસ્તાસિયા લેનાની તસવીરો સામે આવી છે.

અનાસ્તાસિયા લેના મહિલા રશિયન હુમલા સામે તેના દેશની રક્ષા કરવા માટે યુક્રેનની સેનામાં જોડાઈ છે. અનાસ્તાસિયા લેના 2015 મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનની પ્રતિનિધિ હતી. લીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે તેણે પોતાના ઘરની સુરક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, ‘જે કોઈ કબજાના ઈરાદા સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે.

અનાસ્તાસિયાએ અન્ય એક પોસ્ટમાં મજાકમાં કહ્યું કે ‘અમારી (યુક્રેન) સેના જે રીતે લડી રહી છે, નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.

અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો સૈનિકો સાથે ચાલતો ફોટો પણ શેર કર્યો હતો અને તેમને “સાચા અને મજબૂત નેતા” તરીકે વર્ણવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અનાસ્તાસિયાના ઈન્સ્ટાગ્રામ પર 75,000 ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Scroll to Top