બીગ બોસ સ્પર્ધક સપના ચૌધરીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો થઈ વાયરલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બીગ બોસમાં જોવા મળેલી ચુકેલી હરિયાણાની પ્રખ્યાત ડાન્સર અને સિંગર સપના ચૌધરી ઘણી વખત ચર્ચામાં રહે છે. તેમને લોકોના દિલોમાં પોતાની દિલકશ અદાઓ પર ખાસ જગ્યા બનાવી છે. પોતાના ડાંસથી લઈને લોકોના દિલ ધડકાવવાની સાથે ગોર્જીયસ તસ્વીરો શેર કરી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેમની આ તસ્વીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરી તેમની પ્રશંસા પણ કરી રહ્યા છે.

સપના ચૌધરીએ આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે હરીયાણવી લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેને પિંક એન્ડ વ્હાઈટ કલરની ઘાઘરા ચોલી પહેરી છે. પિંક ડ્રેસની સાથે તેણે બ્લુ કલરની બિંદી લગાવી છે. કાનોમાં સિલ્વર કલરના ઈયરરિંગ્સની સાથે માથા પર મેચિંગ ઝોલર ટીકો લગાવ્યો છે.

આ તસ્વીરોને શેર કરતા સપનાએ કેપ્શનમાં લખ્યું છે કે, “મને પિંક પસંદ છે પરંતુ બ્લુની સાથે..” ચાહકો સપનાની આ તસ્વીરો પર ખૂબ પ્રેમ દર્શાવી રહ્યા છે.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો સપના ચૌધરી જલ્દી જ ભોજપુરી સ્ટાર રવિ કિશનની સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ દિવસોમાં તે પોતાની અપકમિંગ ફિલ્મ વેબ સીરીઝની શુટિંગ કરી રહી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here