વડાપ્રધાન મોદીએ અનુચ્છેદ 370 હટાવવા અને ત્રણ તલાકને ખતમ કરવાના વિરોધ અંગે વિપક્ષને આડે હાથે લીધો હતો. રેલીમાં મોદીએ કહ્યું કે, કાશ્મીર અમારું મસ્તક છે, નાપાક પડોશીએ ત્યાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અનુચ્છેદ 370 પર અમારો નિર્ણય ઘણા નેતાઓને મંજૂર નથી. હું તેમણે પડકાર આપું છું કે, જો તમારામાં હિંમત હોય તો મેનિફેસ્ટોમાં 370ને પાછો લાવવાની જાહેરાત કરો.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના બરાબર એક સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી પોતાના ધમાકેદાર ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા.
પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 હટાવવાનો વિરોધ કરી રહેલા પક્ષોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે વિરોધ કરનારા લોકોમાં હિંમત હોય તો તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. એટલું જ નહીં, પીએમ મોદીએ આવી પાર્ટીઓને તેમના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. કલમ 370, 35એ , ટ્રિપલ તલાક જેવા મુદ્દા પર વિપક્ષી દળોને ઘેરતા પીએમે પડકાર ફેંકયો કે જો કોંગ્રેસ સહિત વિરોધીઓમાં હિંમત છે.
તો પોતાના ચૂંટણી ઢંઢેરામાં એ લખીને દેખાડે કે તેઓ આ ઐતિહાસિક નિર્ણયને પલટી દેશે. મોદીએ કહ્યું કે આ વિપક્ષના મગરમચ્છના આંસુ છે. પાકિસ્તાનું નામ લીધા વગર તેમણે કોંગ્રેસ પર પાડોશી દેશની ભાષા બોલવાનો પણ આરોપ મૂકયો. પીએમે ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે નવા ભારતનો નવો જોશ દુનિયા જોઇ રહી છે અને મજબૂતીથી સાંભળી પણ રહી છે.
પીએમ મોદીએ ફડણવીસ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, ‘છેલ્લા 5 વર્ષના અમારા કાર્યથી વિપક્ષ પણ પરેશાન છે. અમારા વિરોધીઓ પણ માને છે કે ભાજપ-શિવસેના જોડાણનું નેતૃત્વ કાર્યકારી અને શક્તિશાળી બંને છે. વિશ્વનો દરેક દેશ, દરેક વિસ્તાર ભારત સાથે ઊભેલો જોવા મળે છે. ભારત સાથે મળીને આગળ વધવા માટે ઉત્સાહિ છે.
દુનિયાભરમાં ભારતને સન્માન મળી રહ્યું છે, આ બધાની પાછળ માત્રને માત્ર તમારો પ્રેમ અને સમર્પણ છે. પીએમે કહ્યું કે આજે હું વિરોધીઓને પડકાર ફેંકુ છું કે જો તમારામાં હિંમત છે તો આ ચૂંટણીમાં સ્પષ્ટ સ્ટેન્ડ લઇને સામે આવે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિષયમાં અનાપ-શનાપ વાતો કરનાર લોકો જો તમારામાં હિંમત છે તો આ ચૂંટણીમાં અને આવનારી ચૂંટણીમાં પણ ઢંઢેરામાં એલાન કરે કે તેઓ 370 અને 35એ ને પાછું લેશે. તેમણે કહ્યુ કે વિરોધીઓમાં હિંમત છે તો એલાન કરે કે 5મી ઑગસ્ટના નિર્ણયને બદલી દઇશું નહીં તો આ મગરમચ્છના આંસુ વહાવાનું બંધ કરે.
પીએમ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય અંગે પણ પોતાના વલણ રજૂ કર્યા હતો. પીએમએ કહ્યું, 5 ઓગસ્ટના રોજ તમારી ભાવના પ્રમાણે ભાજપ-એનડીએ સરકારે અભૂતપૂર્વ નિર્ણય લીધો. એવો નિર્ણય કે જેના વિશે વિચારવું પણ અશક્ય હતું. જમ્મુ-કાશ્મીરમાં રહેતા વાલ્મીકી ભાઈઓને તેમના અધિકારોથી ઇનકાર કરવામાં આવ્યા હતો, પરંતુ હવે એવું નથી. પીએમએ એમ પણ કહ્યું હતું કે કાશ્મીરમાં ફક્ત આતંક અને અલગતાવાદ વિસ્તરતા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, ”હું વિરોધીઓ કોંગ્રેસ એનસીપીને પડકાર આપું છું કે જો તમારામાં હિંમત હોય તો આ ચૂંટમીમાં ફર્મ સ્ટેન્ડ લઇને સામે આવો.
જો દમ હોય તો આ ચૂંટણીમાં અને આવાનારી ચૂંટણીમાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના વિષયમાં એલફેલ વાતો કરનારા લોકો ઘોષણાપત્રમાં જાહેરાત કરે કે અનુચ્છેદ 370ને પાછો લાવશે. દાવો કરે કે 5 ઓગસ્ટના નિર્ણયને બદલી દેશે, હું પડકાર આપું છું. તેમનામાંથી કોઇમાં દમ છે. શું હિન્દુસ્તાન આવુ કોઇને કરવાનો મોકો આપશે. તમારુ રાજકીય ભવિષ્ય નહીં બચે. વિપક્ષીઓને ખબર છે કે તેમની ચાલવાની નથી તેથી મગરના આંસૂ વહાવી રહ્યા છે. કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવામાં ચાર મહિના પણ નહીં લાગે.