હથોડા, ગેસ કટર, વેલ્ડિંગ મશીન દ્વારા ગોતવામાં આવી રહી છે અત્તર ના કારોબારી ની કાળી કમાઈ, 36 કલાક થી સર્ચ ઓપરેશન શરૂ

સુગંધ ના બિઝનેસના કાળા નાણાંનો જથ્થો મેળવવા માટે વિજિલન્સ ટીમ કાનપુરથી કન્નોજ સુધી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કાનપુરમાં બે દિવસની તપાસમાં કરોડો રૂપિયા મળી આવ્યા છે. કન્નોજમાં પણ આવા જ ખજાનાની શક્યતાના ભાગરૂપે છેલ્લા 36 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ખજાનો મેળવવા માટે વિજિલન્સ ટીમે લોક બ્રેકિંગ કારીગરો, હથોડા, ગેસ કટર અને વેલ્ડિંગ મશીનની મદદ લેવી પડી રહી છે.

અમદાવાદથી જીએસટીની વિજિલન્સ ટીમના અધિકારીઓ પરફ્યુમના વેપારી પિયુષ જૈનના ગુપ્ત ખજાનામાં સંગ્રહિત નાણાંની રકમ શોધવા માટે છેલ્લા ત્રણ દિવસથી કામ કરી રહ્યા છે. કન્નોજના પૈતૃક નિવાસસ્થાને છેલ્લા ૩૬ કલાકથી શોધખોળ ચાલી રહી છે.

શુક્રવારે સાંજે 4 વાગ્યે શરૂ થયેલી તપાસ શુક્રવારે રાત બાદ શનિવારે આખો દિવસ અને આખી રાત ચાલુ રહી હતી. અધિકારીઓ તપાસ અંગે કેટલા ચિંતિત છે તેનો અંદાજ એ હકીકતપરથી લગાવી શકાય છે કે માત્ર કાગળના બંડલની જ તલાશી કરવામાં આવી રહી નથી પરંતુ ઘરની અંદરની શેલ્ફ, લોકર, બોક્સની પણ તલાશી લઈ રહ્યા છેટીમના સભ્યોએ તાળા તોડવા માટે જુદા જુદા સમયે અનેક કારીગરોને બોલાવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા સમયે ઘર ની અંદર થી હાથોડાથી કઈક તોડી રહ્યા હોય તેવા આવજો આવી રહ્યા છે.

Scroll to Top