પ્લાસ્ટિકની બોટલ માટે સરકારે વિકલ્પ શોધી લીધો છે. અમઅસઅમઈ મંત્રાલય હેઠળ કાર્ય કરતા ખાદી ગ્રામઉદ્યોગ આયોગે વાંસની બોટલનું નિર્માણ કર્યું છે. આ બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલની હશે. આ બોટલોની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે. તેના વિશે વધુ વેટ કરીએ તે પહેલાં જાણી લઈએ એ શું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક.
કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણ કર્યો છે. ‘સ્વચ્છ ભારત’ ટ્વીટર હેંડલ પર સરકારે જણાવ્યુ કે, પીએમ મોદી દ્વારા 11 સપ્ટેમ્બર 2019 ના રોજ શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેન સિંગલ યૂઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવવા વિશે નથી, પરંતુ તેના ઉપયોગને રોકવા માટે લોકોમાં જાગરૂકતા લાવીને જન-આંદોલન શરૂ કરવાનું છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને સરકારના કેમ્પેનનો અસર દેખાવા લાગ્યો છે.
ઘણી કંપનીઓ સિંગલ યૂઝ પ્લાસ્ટિકની જગ્યાએ બીજો વિકલ્પ શોધી રહી છે. જણાવી દઈએ કે, સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવું કેમિકલ છે જે પર્યાવરણની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી આમ જ પડી રહે છે, જેને કારણે પાણી જ નહી પણ માટી માટે પણ નુકશાનકારક છે.
શું છે સિંગલ યૂઝ પ્લાસ્ટિક, એવું પ્લાસ્ટિક જેનું ઉપયોગ માત્ર એક વાર જ કરી શકાય તેને સિંગલ યૂઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. રૂટીન લાઈફમાં આપણે પ્લાસ્ટિકના કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને ફેંકી દેવામાં આવે છે. આ પ્રોડક્ટસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ડિસ્પોઝલ પ્લાસ્ટિક પણ કહેવામાં આવે છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે આ પ્રોડક્ટ,સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં કૈરી બૈગ (50 માઈક્રોનથી ઓછા), નાની રૈપિંગ/ પૈકિંગ ફિલ્મ, ફોમ વાળા કપ, કટોરા, પ્લેટ, લેમિનેટ કરેલા બાઉલ અને પ્લેટ, નાના પ્લાસ્ટિક કપ અને કંટેનર (150 એમએલ અને 5 ગ્રામથી ઓછા), પ્લાસ્ટિક સ્ટિક અને ઈયર બડ્સ, ફુગ્ગા, ઝંડો અને કેંડી, સિગારેટના બટ્સ, ખાદ્ય પદાર્થો માટે નાના પ્લાસ્ટિક પૈકેટ (200 એમએલથી ઓછા) અને બેનર (100 માઈક્રોનથી ઓછા) સામેલ છે.
ઈ-કોમર્સ કંપનીઓ કરે છે સિંગલ યુજ પ્લાસ્ટિકનો 40 ટકા ઉપયોગ,ભારતમાં ઇ-કોમર્સ કંપની સોથી વધારે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષમાં જેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેમાંથી 40 ટકાનો ઉપયોગ ઈ-કોમર્સ સેક્ટરમાં થાય છે.
ક્યાં દેશોમાં બેન છે પ્લાસ્ટિક, યુએનના એક રિપોર્ટ અનુસાર દુનિયાના આ દેશોમાં પ્લાસ્ટિક ઉપર બેન અથવા નિયંત્રણ લગાવવામાં આવ્યુ છે. બાંગ્લાદેશમાં સૌથી પહેલા 2002 થી પાતળા પ્લાસ્ટિક બેગ બેન છે. ફ્રાન્સમાં પ્લાસ્ટિક ઉપર આંશિક રીતે બેન છે. ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના રાજ્યોમાં લાઈટવેટ પ્લાસ્ટિક બેન છે. પપુઆ ન્યૂગિનીમાં નોન-બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક બેન છે.
કોસ્ટા રિકાના ફોમ બેસ્ટ પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રણ કર્યો છે. કોસ્ટા રિકાનું ઉદ્દેશ્ય છે કે વર્ષ 2021 સુધી એવો પ્રથમ દેશ બને જ્યાં ફોમ બેસ્ડ પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે બેન હોય. કેનેડા અને અમેરિકાના મોટા ભાગના શહેરામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રણ કરવા અથવા બેન કરવા પર મોટા સ્તરે કામ કરવામાં આવી રહ્યુ છે. આફ્રિકામાં સ્ટાયરોફોમ પ્રોડક્ટ બેન છે.ચીનમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક પર બેન છે.
જાણીએ નવી પાણી ની બોટલ વિશે.
આ બોટલ પર્યાવરણને અનુકુળ થવાની સાથે સાથે ટકાઉ પણ છે. કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. મંત્રી નિતિન ગડકરીએ આ વાંસની બોટલ લોન્ચ કરી છે અને આજથી ખાદી સ્ટોરમાં આ બોટલનું વેચણ શરૂ કરવામાં આવ્યું છે.
ગ્રામોદ્યોગના સ્ટોર ઉપર જઈને તમે વાંસની બોટલ, ગાયના છાંણમાંથી બનેલો સાબુ વગેરે વસ્તુઓ ખરીદી શકો છો. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક બોટલના બદલે લોન્ચ કરવામાં આવેલ વાંસની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ છે.
તેની શરુઆતની કિંમત 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બોટલ પર્યાવરણ માટે અનુકુળ છે અને ટકાઉ પણ છે. તેમણે જણાવ્યું કે વાંસનું સૌથી વધુ ઉત્પાદન કરતો ભારત વિશ્વમાં બીજો દેશ છે. પરંતુ આપણે તેનો ઉપયોગ ઉત્પાદનોમાં 5 ટકા જેટલો જ કરીએ છીએ. જ્યારે ચીન પોતાના ફર્નિચરમાં 90 ટકા વાંસનો ઉપયોગ કરે છે. સક્સેનાએ જણાવ્યું કે વાંસની બોટલની કિંમત તમના આકાર પર નિર્ભર કરશે.