પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોને લઈને કરી મોટી જાહેરાત, રસી સાથે 80 કરોડ ગરીબોને રાશન મફતમાં આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સંબોધન દરમિયાન ગરીબો માટે પણ એક મહત્વની મોટી જાહેરાત કરી છે. જે કોરોનાકાળમાં 9મી વખત PM મોદીનું સંબોધન કર્યું છે. કોરોના વિશ્વમાં છેલ્લા 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી છે. આવા સંકટનો સામનો છેલ્લા 100 વર્ષમાં વિશ્વએ ક્યારેય કર્યો નથી. વડાપ્રધાને કહ્યું છે કે, કોરોના સંકટમાં પણ ગરીબોને મફત રેશન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે સરકારે ફરી આ નિર્ણય કર્યો છે કે, આ વર્ષે દિવાળી સુધી એટલે કે નવેમ્બર સુધી ગરોબીને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફતમાં રેશન આપવામાં આવશે. કેન્દ્રએ પાછલા વર્ષે પણ આ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ સામે આવ્યું છે. એટલે સરકાર આ સ્કીમ લાવી છે.

80 કરોડ પરિવારોને મફત અનાજનું વિતરણ કરવામાં આવશેઃ

મફત અનાજની યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર મહિના સુધી લંબાવીઃ ૮૦ કરોડ પરિવારોને મફત અનાજનું વિતરણ કરવામાં આવશે રાષ્ટ્રને સંબોધન કરતા વડાપ્રધાને મહત્વની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે પોતાના સંબોધનમાં રસીકરણ અભિયાનની સંપૂર્ણ પણે જવાબદારી કેન્દ્ર સરકારના ખભા પર હોવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યોની અપીલ પર પહેલા રસીકરણની 25 ટકા જવાબદારી રાજ્યોને આપવામાં આવી હતી. બાદમાં તેમાં સમસ્યા જોવા મળી. હવે 21 જૂનથી રસીકરણની તમામ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને ફ્રી રસી આપવામાં આવશે. દેશની કોઈ રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને ફ્રી વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે.

કોરોનાની બીજી લહેર સામે ભારતની લડાઈ ચાલી રહી છે. દેશ મહામારી સામે અનેક મોર્ચા પર લડી રહ્યો છે. આ સમયમાં મોટા પાયે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અગાઉના સંદેશમાં મોદીએ કહ્યું હતું કે સાથીઓ, આજની સ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. હું રાજ્યોને પણ અનુરોધ કરીશ કે લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરવો. લોકડાઉનથી બચવાની સંપૂર્ણ કોશિશ કરવાની છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

Scroll to Top