PM Kisan 10th Installment Update: ખેડૂતોને ફરી એક વખત સારા સમાચાર મળવાના છે. જો તમે પીએમ કિસાન (PM Kisan Samman Nidhi Yojana) યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. પીએમ કિસાન યોજના (PM Kisan) હેઠળ 10 મો હપ્તો બહાર પાડવાની (PM Kisan 10th installment) તારીખ નક્કી કરવામાં આવી છે. હપ્તો ટ્રાન્સફર કરવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકારે હપ્તો બહાર પાડવાની નક્કી કરી છે તારીખ?
સરકારે અત્યાર સુધીમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. હવે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM KISAN scheme) નો આગામી એટલે કે 10 મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
ખેડૂતોના ખાતામાં આવશે 4 હજાર રૂપિયા ?
આ યોજના હેઠળ, જે ખેડૂતોને તેમના ખાતામાં પીએમ કિસાનનો 9 મો હપ્તો મળ્યો નથી તેમને હવે પછીના હપ્તા સાથે અગાઉની રકમ મળશે. એટલે કે ખેડૂતોને હવે 4000 રૂપિયા મળશે.
પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ ઉપલબ્ધ થશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા નોંધણી કરાવી છે. જો તમે પણ અરજી કરી છે, તો તે સ્વીકારવામાં આવે છે તો તમને એકસાથે 4000 રૂપિયા મળશે.
ખેડૂતો 10મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ હવે ખેડૂતો 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ યોજનાના 9 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દરેકના 2,000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને તેમને સીધી આર્થિક મદદ કરવાનો છે.