પીએમ મોદી ‘યુગપુરુષ’ છે, સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું તેમાં કાઇ ખોટું નથી: બાબા રામદેવ

અમદાવાદ, મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ તાજેતરમાં નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે.

રામદેવે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, “જો ભૂતકાળમાં ઇમારતો અને સ્મારકોનું નામ તે સમયના મહત્વપૂર્ણ લોકોના નામ પર રાખવામાં આવ્યા હોય, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી સ્ટેડિયમનું નામ કેમ ન રાખી શકાય, જે એક યુગપુરુષ છે.”.

મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા જ વિવાદ છેડાઈ ગયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે તેને સરદાર પટેલનું અપમાન ગણાવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાસ કરીને ક્રિકેટ સ્ટેડિયમનું નામ રાજકારણીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ક્રિકેટરોના નામે દેશમાં કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ નથી, પરંતુ બ્રિટિશ રાજના નેતાઓ, રમત સંચાલકો અને અધિકારીઓનાં નામે ચોક્કસપણે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, કોંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર સાહેબના નામ સાથે જોડાયું હતું. જેને હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ચેષ્ટા ગુજરાત સહન નહીં કરે. આ સરદાર સાહેબનું અપમાન જ નહીં, ગુજરાતનું પણ અપમાન છે. સત્તાના અહંકારમાં ભાજપવાળા ઇતિહાસ ભુલાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ક્રિકેટરના નામે એક પણ સ્ટેડિયમ નથી

સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં કોઈ ક્રિકેટરના નામ પર કોઈ ક્રિકેટ સ્ટેડિયમ નથી. જોકે, ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, બેંગ્લોરમાં ચિન્નાસ્વામી, મુંબઇના વાનખેડે અને મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ જેવા ક્રિકેટ સંચાલકોના નામ પર સ્ટેડિયમોનું નામ આપવામાં આવ્યું છે.

જવાહરલાલ નહેરુના નામે 9 સ્ટેડિયમ

દેશમાં 9 સ્ટેડિયમ એવા છે જેનું નામ પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર છે. તેમાંથી 8 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય છે – નવી દિલ્હી, ચેન્નાઈ, કોચી, ઇન્દોર, ગુવાહાટી, મરાગો, પૂણે અને ગાઝિયાબાદ.

અટલ બિહારી વાજપેયીના નામ ઉપર 2 સ્ટેડિયમ

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે પણ 2 ક્રિકેટ સ્ટેડિયમ છે – એક લખનૌમાં અને બીજું હિમાચલ પ્રદેશના નાદૌનમાં. એ જ રીતે વલસાડમાં એક સ્ટેડિયમ છે જેનું નામ સરદાર વલ્લભભાઇ પટેલના નામ પરથી છે. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ પણ પહેલા તેમના નામે રાખવામાં આવ્યું હતું.

સ્ટેડિયમની વિશેષતા

  • મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.
  • આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
  • તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.
  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.
  • દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top