PM મોદી એ કોરોના ને લઈને દેશ ને આપ્યો એક ખાસ સંદેશ,સાથે આ ખાસ ચેતવણી પણ આપી,જાણો એક જ ક્લિક માં….

આજે આપના દેશ ભારત માં કોરોના વાયરસ ના કેસ ખૂબ ઝડપ થી વધી રહ્યા છે.અને જોવા જઈએ તો ઘણા મોટા રાજ્યો માં એની સ્થિતિ પણ ખૂબ ગંભીર છે.અને હાલ આપના દેશ આ કોરોના ના કુલ કેસ 2180 કેસ પોઝીટિવ છે.જેને ધ્યાન માં લઈને PM મોદી એ દેશ ની જનતા ને એક ખાસ સંદેશ આપ્યો છે.આજે જોવા જઈએ તો લોક ડાઉન અનેક દેશ માટે મિસાલ બન્યો છે. દેશની સામૂહિક શક્તિ સામે આવી.દેશ એક થઈને કોરોના સામે લડી શકે છે તે જાણી શકાયું.લૉકડાઉનમાં સામૂહિકતા દેખાઈ રહી છે.પીએમ મોદીએ કહ્યું છે કે 5 એપ્રિલના રોજ આપણે બધા એક સાથે મળીને કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે.તેને પ્રકાશની તાકાતનો પરિચય કરવાનો છે.આ 5 એપ્રિલના રોજ દેશવાસીઓને મહાશક્તિનું જાગરણ કરવાનું છે.દેશવાસીઓને મહાસંકલ્પને નવી ઊંચાઇઓ પર લઇ જવાનું છે.રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે બધાની પાસે 9 મિનિટ માંગું છું. ઘરની તમામ લાઇટો બંધ કરીને ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો પ્રગટાવો અથવા તો મોબાઇલની ફ્લેશલાઇટ કરોચારેયબાજુ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે કે આપણે બધા એક જ હેતુથી લડી રહ્યા છે.અને આ કામ કરતાં સમયે બધી જ ઘર ની લાઈટો બંધ કરી દેવાની છે.PM મોદી એ દેશ ની જણતા ને કહ્યું છે કે 5 એપ્રિલને આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે.130 દેશવાસીઓના મહાશક્તિને નવી ઊર્જા ઉપર લઈ જવાની છે.દેશ ને એક નવી રાહ બતાવવાની છે.પીએમે કહ્યું કે સોશિયલ ડિસ્ટેંસિંગની લક્ષમણ રેખા કોઇએ પણ ઓળંગવાની નથી. કોરોનાની ચેન તોડવાનો આ જ રામબાણ ઇલાજ છે.PM મોદી એ કહ્યું કે 5 મી એપ્રિલ ના રોજ એકલા બેસીને મા ભારતીને યાદ કરો.આ આપણને સંકટની ઘડીમાં લડવાની તાકાત આપશે અને આપણને કોરોના થી જીત મેળવવામાં મદદ કરશે.આ પ્રકાશથી અમે પોતાના મનમાં સંકલ્પ કરીએ કે, અમે એકલા નથી.આ આયોજનના સમયે કોઈએ કહી પણ એકત્રિત થવુ નથી.પોતાના ઘરના દરવાજાએ આ કામ કરવાનું છે.સોશિયલ ડિસ્ટેન્સિંગને કોઈ પણ સંજોગામાં તોડવાનું નથી.કોરાનાની ચેઈનને તોડવાનું રામબાણ ઈલાજ છે.અને આમ જોવા જઈએ તો હાલ ની સ્થિતિ થોડી ગંભીર પણ દેખાઈ રહી છે.માટે દેશ માટે જે કરવાનું છે એ તમારે કરવું જ જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top