જૂનાગઢમાં આ પરિવારને ખાસ મળવા પહોંચ્યા હતા પીએમ મોદી, જાણો કેમ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે અને રાજ્યમાં ખાતમૂહુર્ત અને શિલાન્યાશો કરી રહ્યા છે આવામાં પીએમ મોદી જૂનાગઢમાં એક પરિવારને મળ્યા હતા. જેમને મળ્યા બાદ પીએમ મોદી ખુબ જ ખુશ થઇ ગયા હતા. પીએમ મોદી એ અહીં પઢિયાર પરિવાર સાથે મુલાકાત કરી હતી અને નારસિહ ભાઈ જેઓ હયાત નથી તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમના વિશે માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ પીઢ અને જુના જનસંઘી આગેવાન સ્વ. નારસિંહભાઈ પઢિયારના સમગ્ર પરિવારજનોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.

યોગેન્દ્રસિંહનાં પત્ની જેઓ શિક્ષકા છે અને કન્યા વિધા મંદિર, જોષીપુરા ખાતે સંસ્કૃત વિષય ભણાવે છે. તેમણે નરેન્દ્રભાઈને એક સુચન કર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ખુબ સારી છે, પણ સંસ્કૃત વિષય પ્રાથમિક ધોરણથી ફરજીયાત કરવામાં આવે તો સહુને દેવભાષાનું મહત્વ રહે. યોગીભાઈની દિકરી લેખાબા પણ સાઇકોલોજી વિષયમાં કોલેજ કરે છે. તો હસતા હસતા \”તું દરેકને તે મુજબ શિખડાવજે\” આવી વાતો સહજતાથી કરી હતી.

નારસિંહભાઈ પઢિયારનો પરિચય

નારસિંહભાઈનો જન્મ 7 ઓકટોબર 1932 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. માજ્ઞ પોતાની 13 વર્ષની ઉમરે જ સંઘના સ્વયં સેવક તરીકેની કામગીરી શરૂ કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે નારસિંહભાઈ પઢિયારના અવસાન બાદ પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે નારસિંહભાઈને યાદ કર્યા હતા અને તેમની સાથેના કરેલી કામગીરી અને વાતો યાદ કરી હતી. તેઓ એક પાયાના કાર્યકર તરીકે પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયેલા હતા.

Scroll to Top