પીએમ મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાની સાથે દેશવાસીઓને આપ્યો આ સંદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો અને કોરોના વાયરસ સામેની જંગમાં રસી લેવા માટે પાત્ર તમામ લોકોથી જલ્દીથી જલ્દી રસી લગાવવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ એક માર્ચના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે, ‘આજે એઈમ્સમાં કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો હતો . રસીકરણ એ વાયરસને પરાજિત કરવાની એક રીત છે. જો તમે રસી લેવાના પાત્ર છો તો જલ્દીથી જલ્દી રસી લગાવી લો. કોવિડ ડોટ જીઓવી ડોન ઈન પર નોંધણી કરાવો.”

વડા પ્રધાને પણ રસી લેવાની પોતાની એક તસ્વીર પણ શેર કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત બાયોટેક દ્વારા નિર્મિત સ્વદેશી કોવેક્સિનની રસી લીધી છે. પીએમ મોદીને જે બે નર્સોએ પ્રધાનમંત્રીને રસી લગાવી તે પુડુચેરીની પી નિવેદા અને પંજાબથી નિશા શર્મા છે. નિવેદા એક માર્ચના તેમને રસી લગાવવામાં પણ સામેલ હતી.

સિસ્ટર નિશા શર્માએ જણાવ્યું છે કે, “મેં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોના વેક્સીનની બીજો ડોઝ આપ્યો હતો. તેમને અમારાથી વાત કરી છે. મારા માટે એક યાદગાર પળ હતી કેમકે મને તેમને મળવાની તક મળી હતી.

જયારે, સિસ્ટર પી. નિવેદાએ જણાવ્યું છે કે, “પ્રધાનમંત્રી મોદીને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આજે મને તેમના મળવા અને બીજી વખત રસી લગાવવાની વધુ એક તક મળી. હું પછી ઉત્સાહિત થઈ ગઈ છુ. તેમને અમારાથી વાત કરી અને અમે તેમની સાથે તસ્વીર પણ લીધી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top