રશિયામાં દેખાઇ મોદી-પુતિનની ‘જીગરજાન’ દોસ્તી, પુતિને ભેટીને કર્યુ સ્વાગત ત્યારબાદ જહાજમાં કરી સેર

પીએમ મોદી બે દિવસ રશિયાની મુલાકાતે ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જહાજની સવારની મજા માણી. બન્ને પીએમ જહાજથી વ્લાદિવોસ્તોક સ્થિત શિપ બિલ્ડિંગ પ્લાન્ટ જોવા ગયા હતા.

આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીત્રણ દિવસના પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દોસ્તીની નવી ઇબારાત લખવા માટે રૂસના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન જ્યારે શિપ બિલ્ડિંગ કોમ્પ્લેકસ માટે રવાના થયા તો બંને નેતા એક શિપમાં સવાર થયા. શિપ કોમ્પલેક્સની મુલાકાત પહેલાં જ્યારે વડાપ્રધાન પોર્ટની પાસે પહોંચ્યા તો ત્યાં વ્લાદિમીર પુતિન પહેલેથી જ હાજર હતા.

તેમણે ભેટીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. બુધવારે જ્યારે વડાપ્રધાન રૂસના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. ત્યારે તેમનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરાયું હતું અને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત કરવા માટે ત્યાં હાજર હતા.

આ દરમ્યાન બંને નેતા વાતો કરતાં શિપ કોમ્પલેક્સ પહોંચ્યા અને પછી ત્યાં પ્રદર્શનનો આનંદ ઉઠાવ્યો બુધવાર સાંજે પીએમ મોદીએ અહીં વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને બંને નેતાઓએ શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત લીધી. બંને નેતાઓએ આ દરમ્યાન ગજબની કેમેસ્ટ્રી દેખાડી,પહેલાં પીએમ મોદીને વ્લાદિમીર પુતિને ગળે લગાવી સ્વાગત કર્યું.

ત્યારબાદ બંને નેતા જહાજમાં સાથે ફરતા દેખાયા.અહીં પહોંચતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનઅને પીએમ મોદીની દોસ્તીની ઝલક ફરી એક વાર જોવા મળી. વ્લાદિવોસ્તોકના જ્વેજ્દા શિપ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં પહોંચતા પુતિને પીએમ મોદીને ભેટીને સ્વાગત કર્યુ.

બંને નેતાઓ વચ્ચે ઉમળકાભેર થયેલી મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાશ્મીરમાં સરકારના તાજેતરના નિર્ણય બાદ પુતિન અને મોદીની પહેલી મુલાકાત છે.

રશિયા કાશ્મીર મુદ્દે ભારતને પોતાનું સમર્થન પહેલા જ આપી ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમ ની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા ના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચ્યા છે. આ પહેલા વ્લાદિવોસ્તોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનરની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.રશિયાના શહેર વ્લાદિવોસ્તોકનો પ્રવાસ કરનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે.

તેઓ બુધવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે વ્યાપક ચર્ચા કરવાના છે. પીએમ મોદીએ રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ પ્રવાસ નવા રસ્તે લઈ જશે, નવી ઉર્જા આપશે અને બંને દેશોની વચ્ચે સંબંધોને નવી ગતિ પૂરી પાડશે.

ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમની સાઇડલાઇનમાં યોજાનારી 20મી રશિયા-ભારત શિખર બેઠક દરમિયાન બંને દેશ લગભગ 15 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના છે, જેમાં કેટલાક સૈન્ય-ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ હશે.

પીએમ મોદી પુતિન સાથે શિખર મંત્રણા કરશે અને ‘પૂર્વી આર્થિક મંચ’ માં સામેલ થશે. ખાસ વાત એ છે કે, પહેલીવાર એવુ બન્યુ છે જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાન રશિયાના પૂર્વી સુદૂર વિસ્તારની યાત્રા કરી રહ્યાં છે. પીએમ મોદીના યાર્ડના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન પણ તેમની સાથે હતા.

જ્વેજ્દા યાર્ડ જતાં પહેલા બન્ને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા અને હાથ મિલાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ભારતીય વડાપ્રધાનની આ રશિયન યાત્રા બહુ નાની છે,પણ કહી શકાય કે ખુબ મહત્વની સાબિત થઇ શકે છે. કેમકે અહીં કેટલાય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાગના વિદેશી નેતાઓની સાથે તેમની પર્સનલ કેમેસ્ટ્રી માટે જાણીતા છે. આ જ કારણ છે કે આ વખતે પણ રૂસમાં મોદી અને રૂસની દોસ્તીની ઝલક જોવા મળી રહી છે.

આની પહેલાં પણ જ્યારે વડાપ્રધાન એક સમિટ માટે ‘સોચિ’ ગયા હતા કે પછી રૂસી રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા તો બંને નેતા ઉષ્માભેર મળ્યા હતા.પીએમ મોદી બે દિવસની રૂસ મુલાકાતમાં કેટલીય અગત્યની બેઠકોમાં ભાગ લેશે, કેટલીક જગ્યાએ મુલાકાત કરશે અને પુતિનની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

ભારત અને રૂસની વચ્ચે આ દરમ્યાન કેટલાંય કરાર પર હસ્તાક્ષર થઇ શકે છે. તેમાં ટ્રેડ-ડિફેન્સ-ટુરિઝ્મથી જોડાયેલા ક્ષેત્રોમાં સમજૂતી હોઇ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top