ભારતીય ક્રિકેટર ઋષભ પંત કાર અકસ્માત બાદ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઋષભ પંતના પરિવારને ફોન કર્યો હતો અને કાર અકસ્માતનો ભોગ બનેલા ભારતીય વિકેટકીપરના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. જણાવી દઈએ કે 25 વર્ષીય ક્રિકેટર ઋષભ પંત દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રૂરકી પાસે એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે નુકસાન પામેલી તેની કાર આગ પકડતા પહેલા રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. શરૂઆતમાં તેને સ્થાનિક હોસ્પિટલ, સક્ષમ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા તેની ઈજાઓ માટે સારવાર કરવામાં આવી હતી.
બીસીસીઆઈએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સવારે ઋષભ પંતના પરિવારને ફોન કર્યો છે અને કાર અકસ્માત બાદ તેમની તબિયત વિશે પૂછપરછ કરી છે. અમે આ હાવભાવ અને ખાતરી માટે વડાપ્રધાનનો આભાર માનીએ છીએ. પીએમએ સ્ટાર ક્રિકેટરના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી છે.
The Honorable Prime Minister of India Shri @narendramodi ji called up Rishabh Pant’s family and inquired about his health following his car accident this morning. We thank the Prime Minister for this gesture and his soothing words of assurance.
— BCCI (@BCCI) December 30, 2022
પીએમ મોદીએ ટ્વિટ કર્યું
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ પ્રખ્યાત ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી દુઃખી છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
આજે પગની ઘૂંટી અને ઘૂંટણની એમઆરઆઈ થશે
ત્યાં જ હોસ્પિટલ દ્વારા શુક્રવારે સાંજે જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે પંતના મગજ અને કરોડરજ્જુનો એમઆરઆઈ સામાન્ય થઈ ગયો છે. જ્યારે તેમના પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ સ્કેન પીડા અને સોજાને કારણે શનિવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.