ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન: પીએમ મોદી આજે કરશે ઉદઘાટન, મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ, જાણો વિશેષતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની રાજધાની ગાંધીનગર (Gandhinagar) માં દેશના પ્રથમ પુનર્વિકસિત રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનો વિકાસ 71.50 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ ફાઇવ સ્ટાર હોટલ (Five Star Hotel) છે, જેને સ્ટેશનમાં જ બનાવવામાં આવી છે. આ પોતાની પ્રકારની પ્રથમ હોટલ છે, જેને ભારતીય રેલ્વેએ તૈયાર કરી છે. 2017માં, વડાપ્રધાને આ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન હશે, જ્યાં મુસાફરોને એરપોર્ટ કક્ષાની સુવિધા મળશે. ભારતીય રેલ્વેએ ગાંધીનગર સ્ટેશનનો એક જૂનો અને નવો ફોટો શેર કર્યો છે. ગુજરાત સરકાર અને ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) એ ગાંધીનગર રેલ્વે અને અર્બન ડેવલપમેન્ટ (GARUD) નામે સંયુક્ત સાહસ શરૂ કરવા માટે ભેગા થયા હતા. GARUD એ પોતે જ સ્ટેશનનો પુન:વિકાસ કર્યો છે.

ભાષા મુજબ રેલ્વે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માએ કહ્યું હતું કે, ‘સ્ટેશન લોકોના સંતોષ માટે એરપોર્ટની જેમ વિકસાવવામાં આવ્યું છે. અમે રેલવે સ્ટેશન પર સુખદ અનુભવ માટે મુસાફરો દ્વારા જરૂરી તમામ શ્રેષ્ઠ સુવિધાઓને સમાવવાનો પ્રયાસ કર્યો છે. તે ખરેખર ‘ન્યૂ ઈન્ડિયાનું નવું સ્ટેશન’ છે.

પહેલા હોટેલની વાત

પ્રકાશન અનુસાર, 318 રૂમવાળી આ લક્ઝરી હોટલની કમાન્ડ ખાનગી હાથમાં રહેશે. તે 7400 ચોરસ મીટરમાં ફેલાયેલ છે અને 790 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. વધુમાં કહેવામાં આવે છે કે આ હોટલ મહાત્મા મંદિર ખાતે સેમિનારો અને પરિષદોમાં ભાગ લેવા આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોનું હોસ્ટ કરશે.

સ્ટેશનમાં બીજું શું ખાસ છે

સ્ટેશનમાં 300 થી વધુ વાહનોની પાર્કિંગ સુવિધા, ધાર્મિક પ્રાર્થના હોલ, એલઇડી ડિસ્પ્લે લાઉન્જવાળી આર્ટ ગેલેરી, બેબી ફીડિંગ રૂમ, એસી વેઇટિંગ હોલ, મોટી ટિકિટ સુવિધાવાળી ડબલ હાઈટ લોબી સહિતની અનેક સુવિધાઓ શામેલ છે. આ ઉપરાંત અહીંના વિકલાંગો માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. તેમના માટે એક ખાસ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ્સ અને પાર્કિંગ માટેનું વિશેષ સ્થાન પણ તૈયાર કરાયું છે. આ સિવાય સ્ટેશન પર અલગથી સક્ષમ લોકો માટેની ઘણી સુવિધાઓ શામેલ કરવામાં આવી છે.

Scroll to Top