વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લઈ શકે છે.
જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત હશે. ઇન્ડિયન એક્સપ્રેસ ના એક એહવાલ મુજબ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ ની તૈયારી ને આખરી રૂપ આરવામાં આવી રહ્યું છે અને જો કાર્યક્રમ માં કોઈ અડચણ નો આવે તો પછી વડાપ્રધાન મોદી 22 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકા પ્રવાસ પર રહેશે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ પહેલા આ બંને નેતાઓ વર્ચ્યુઅલ સમિટમાં ઓછામાં ઓછી ત્રણ વખત મળ્યા છે. માર્ચમાં ક્વાડ સમિટ, એપ્રિલમાં ક્લાઇમેટ ચેન્જ સમિટ અને આ વર્ષે જૂનમાં જી -7 સમિટ દરમિયાન બંને નેતાઓ વર્ચ્યુઅલ રીતે મળ્યા છે. વડાપ્રધાન જૂન મહિનામાં જી -7 સમિટ દરમિયાન બ્રિટનની મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેમને તેમની મુલાકાત રદ કરવી પડી હતી, જેના પરિણામે બિડેન અને મોદી મળી શક્યા ન હતા.
અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા પીએમ મોદીની આ મુલાકાત મહત્વની રહેશે. જો બિડેન સાથેની બેઠક ઉપરાંત પીએમ મોદી અમેરિકી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન કટોકટી અને ચીનનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમના એજન્ડામાં રહેશે.આ મુલાકાતમાં બંને પક્ષો ચીન સાથે ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે.તે જ સમયે, બંને પક્ષો ઇન્ડો-પેસિફિક પર મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાનો પ્રયાસ કરશે. ક્વાડ લીડર્સ સમિટનું આયોજન વોશિંગ્ટન ડીસીમાં પણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત તે જ સમયે થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા, છેલ્લી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત સપ્ટેમ્બર 2019 માં લીધી હતી , જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર આપ્યું હતું, જે ચૂંટણીમાં કામ ન આવ્યું અને ટ્રમ્પ હારી ગયા. આ રીતે, જો વડા પ્રધાન સમયપત્રક મુજબ અમેરિકા જશે, તો બે વર્ષ પછી આ મુલાકાત તેમની હશે.