દુઃખદ: પીએમ નરેન્દ્ર મોદીની કાકીનું અવસાન, સિવિલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાકી નર્મદાબેનનું કોરોના સંક્રમણના કારણે અવસાન થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદમાં એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઘણા પ્રયત્નો બાદ પણ ડોકટર તેમને બચાવી શક્યા નહોતા. નર્મદાબેન (80) પોતાના બાળકોની સાથે અમદાવાદના ન્યુ રાણીપના વિસ્તારમાં રહેતા હતા.

પ્રધાનમંત્રીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી તબિયત બગડવા પર અમારી કાકી નર્મદાબેનને લગભગ 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, તેમને આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કહ્યું છે કે, તેમની કાકીના પતિ જગજીવનદાસ, પ્રધાનમંત્રીના પિતા દામોદરદાસના ભાઈ હતા અને તેમનું ઘણા વર્ષો પહેલા મુત્યુ થયું ગયું હતું.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14352 ના કેસ સામે આવ્યા છે અને 170 લોકોના મોત થઈ ગયા છે. આ દરમિયાન 7803 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.

Scroll to Top