IndiaNews

દિલ્હીમાં પીએમ મોદીની ભત્રીજીને કડવો અનુભવ, પોતાના જ કાયદા પડ્યાં ભારે

દેશમાં અવનવા કાયદા પાછળ વડાપ્રધાન નો મહત્વ નો ફાળો રહે છે.ત્યારે આજે એક એવી ઘટના બની છે જે તમને ચોંકાવી દેશે.

આવો જાણીએ આ કિસ્સા વિશે. દિલ્હીના VVIP વિસ્તારની સિવિલ લાઇન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે લૂંટની ઘટના બની હતી. સ્કૂટી પર આવેલા 2 શખ્સોએ તેમનું પર્સ છીનવી લીધું હતું. આ ઘટનાથી દિલ્હીમાં કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. દમયંતી મોદી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીની પુત્રી છે.

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતી વખતે દમયંતી મોદીએ એવું નહોતું કહ્યું કે તે વડાપ્રધાનની ભત્રીજી છે,પરંતુ મીડિયા દ્વારા પોલીસને જાણ થતા પોલીસે તાબડતોડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પીએમ મોદીની ભત્રીજીને જ દિલ્હીની ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અનુભવ થયો છે.દિલ્હીમાં બે વ્યક્તિઓ નરેન્દ્ર મોદીની ભત્રીજીનુ પર્સ ઝુંટવીને ફરાર થઈ ગયા હતા.

પીએમ મોદીના ભાઈના પુત્રી દમયંતીબેન આજે સવારે અમૃતસરથી પાછા ફર્યા હતા.તેમણે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા ગુજરાતી સમાજમાં રૂમ બૂક કરાવ્યો હતો.રેલવે સ્ટેશન પર ઉતરીને ઓટોરીક્ષા કરીને તેઓ ગુજરાતી સમાજ ભવન ગયા હતા.

વાત એવી છે કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈની દીકરી દમયંતી મોદી આજે સવારે અમૃતસરથી દિલ્હી પરત ફરી રહી હતી, ત્યારે તેનો રૂમ સિવિલ લાઇન વિસ્તારના ગુજરાતી સમાજ ભવનમાં બૂક હતો.એટલે ઓલ્ડ દિલ્હીથી ઓટોથી તે પોતાના પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચી હતી.

ગેટ પર જ્યારે તે ઓટોમાંથી ઉતરી રહી હતી, ત્યારે જ એક સ્કૂટીમાં સવાર બે ચોરોએ તેનું પર્સ છીનવી લીધું હતું.જાણીએ આ ઘટના વિશે સમગ્ર વાત.દમયંતિબેન ગેટ પર ઓટો રીક્ષામાંથી ઉતર્યા જ હતા અને સ્કૂટી પર આવેલા બે વ્યક્તિઓ તેમનુ પર્સ ઝુંટવીને ફરાર થઈ ગયા હતા.

તેમના પર્સમાં કેશની સાથે સાથે બીજા દસ્તાવેજો પણ હતા. આ સિવાય 56000 રૂપિયાની રોકડ રકમ અને બે મોબાઈલ પણ પર્સમાં હતા. આજે સાંજે તેમને અમદાવાદની ફ્લાઈટ પકડવાની છે પણ બધા દસ્તાવેજો પર્સમાં જ રહી ગયા છે.

દિલ્હીનો વીઆઈપી વિસ્તાર છે અને ત્યાંજ બનાવ બન્યો.પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. દમયંતીએ જોર-જોરથી બૂમાબૂમ પણ કરી હતી, પરંતુ ચોરો ભાગી ગયા હતા.તેને સાંજની ફ્લાઇટથી અમદાવાદ જવાનું છે.પરંતુ તેના દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે.હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.સિવિલ લાઇન વિસ્તારની વાત કરીએ તો, તે દિલ્હીનો એક VVIP વિસ્તાર છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું ઘર પણ આ જ વિસ્તારમાં છે. દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન પણ થોડે દૂર છે.જણાવી દઈએ કે સિવિલ લાઈન્સ વિસ્તાર દિલ્હીના વીઆઈપી વિસ્તારો પૈકીનો એક છે.જ્યાં આ ગુનાને અઁજામ અપાયો ત્યાંથી દિલ્હીના લેફટન્ટન ગર્વનરનુ ઘર માત્ર ગણતરીના મીટરે છે.

આજ વિસ્તારમાં સીએમનુ પણ નિવાસ સ્થાન છે ત્યારે અહીંયા પીએમની ભત્રીજીનુ પર્સ ઝુંટવી જવાની ઘટના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કરે તે સ્વાભાવિક છે. લોકનું કહેવું છે કે તે ઓનાજ કાયદા હોવી તેમના પરજ ભારે થવા લાગ્યાં છે.ત્યારે આ ઘટના થવું એ સ્વાભાવિક છે તેમ લોકો નું કહેવું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker