વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે. કેવડિયા ખાતે ટેન્ટ સિટી ખાતે આગામી ૩થી ૬ માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. વડાપ્રધાન મોદી ૫ માર્ચે કેવડિયા આવશે અને રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે.
આ કાર્યક્રમને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપુર ખાતે મંજુરી આપી હતી. આ ડીજી કોન્ફરન્સ અંગે ગત્ત સપ્તાના દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી. હેલિકોપ્ટર દ્વારા સીધા જ કેવડિયા કોલોની હેલિકોપ્ટર ખાતે આવીને તેઓને હેલિપેડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર જાેઇને ટેન્ટ સિટી હોલ સહિતના તમામ સ્થળોનું નિર્દેશન કર્યું હતું. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની મુલાકાત લઇને તંત્રની સજ્જતાનો તાગ મેળવ્યો હતો.
કેવડિયા ખાતેની ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ યોજાશે અને સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-૧ ખાતે રોકાણ કરશે. ૪ દિવસોમાં આ વિસ્તાર બિલકુલ બંધ કરી દેવાશે. ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડાઓ, પીએમ મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે. ૩ તારીખે બપોર સુધીમાં અધિકારીઓ આવી પહોંચશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સીધા ટેન્ટ સિટી ખાતે આવી પહોંચશે. છેલ્લા સમાપન સમારંભમાં મોદી આવશે તેઓ અહીં રાત્રી રોકાણ પણ કરશે.