પીએમ નરેન્દ્ર મોદીએ ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને ખવડાવ્યું ચુરમું, પીવી સિંધુને મળી આ ભેટ

પીએમ નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને તેમનું મનપસંદ ચુરમું ખવડાવ્યું છે. જ્યારે ટોક્યોમાં, બ્રોન્ઝ મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને આઈસ્ક્રીમ પાર્ટી અપાઈ હતી. પીવી સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે વખત મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી રહેલી છે.

પીએમ મોદી દ્વારા સોમવારના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. વાસ્તવમાં, 15 મી ઓગસ્ટના ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની તક પર, આ તમામ ખેલાડીઓએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પીએમ મોદી 16 ઓગસ્ટના રોજ તમામ ખેલાડીઓને નાસ્તા માટે પણ મળ્યા હતા.

આ સમગ્ર પ્રસંગમાં પીએમ નરેન્દ્ર મોદીએ એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતનાર નીરજ ચોપરાને ચૂરમું ખવડાવ્યું હતું. જ્યારે આ અગાઉ તેમને સિંધુને આપેલું વચન પણ પૂર્ણ કર્યું હતું અને તેની સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. વાસ્તવમાં, ઓલિમ્પિકમાં જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સિંધુને વચન આપ્યું હતું કે, જ્યારે તે મેડલ લઈને પરત આવશે ત્યારે તે તેને આઈસ્ક્રીમ ખવડાવશે.

આ પ્રસંગની 41 વર્ષ સુધી રાહ જોયા બાદ હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય પુરુષ ટીમે પીએમને ઓટોગ્રાફવાળી હોકી સ્ટિક પણ આપવામાં આવી હતી. પીએમ મોદીએ કાર્યક્રમમાં કુસ્તીમાં વિનેશ ફોગાટ, સોનમ મલિક, દીપક પૂનિયા, સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા, બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા, સિલ્વર વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ, બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લવલીના બોરેગોહન સાથે પણ ઘણો સમય વિતાવ્યો હતો.

Scroll to Top