CricketNewsSports

ભારતના અંડર-19 વર્લ્ડ કપ જીત્યા PM મોદીની પ્રતિક્રિયા, ક્રિકેટ ટીમ માટે કહી આ વાત

ભારતના યુવા ખેલાડીઓએ અંડર-19 વર્લ્ડ કપમાં ચાર વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ભારતે પાંચમી વખત આ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી હતી. તેની બોલિંગ અને બેટિંગ શાનદાર હતી. BCCIએ અંડર-19 ટીમને ઈનામ તરીકે પૈસા આપવાની જાહેરાત કરી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ જીતવાથી ગદગદ થઇ ગયા છે. તેમણે મોટી વાત કહી છે.

ટીમ ઈન્ડિયાએ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય યુવા ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘અમારા યુવા ક્રિકેટરો પર ખૂબ ગર્વ છે. અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ધીરજ બતાવી છે. સર્વોચ્ચ સ્તરે આ શાનદાર પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે.

યશ ધુલની કેપ્ટન્સીમાં ભારતની અંડર-19 ટીમે પાંચમી વખત ટાઈટલ જીત્યું છે. યશ પહેલા, ભારતે મોહમ્મદ કૈફ (2000), વિરાટ કોહલી (2008), ઉન્મુક્ત ચંદ (2012), પૃથ્વી શૉ (2018)ની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ સામે ઈંગ્લિશ ટીમ ટકી શકી ન હતી. મેચની શરૂઆતથી જ ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 44.5 ઓવરમાં 189 રન બનાવ્યા હતા જેમાં જેમ્સ રેવે સૌથી વધુ 95 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા રાજ બાવાએ પાંચ અને રવિ કુમારે ચાર વિકેટ ઝડપી હતી.

BCCI એ ભારતની અંડર 19 વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક ખેલાડીને 40 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સહાયક સ્ટાફને ઈનામ તરીકે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમતનો નજારો રજૂ કર્યો હતો. આ વચ્ચે સુકાની યશ ધુલ સહિત ઘણા ખેલાડીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ટીમ આમાંથી સ્વસ્થ થઈને પાંચમી વખત ટાઈટલ પર કબજો કર્યો હતો. IPL મેગા ઓક્શનમાં અંડર 19 વર્લ્ડ કપના ઘણા ખેલાડીઓને મોટી બોલી લાગી શકે છે. ભારતને અંડર-19માંથી યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી અને પૃથ્વી શો જેવા ખેલાડીઓ મળ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker