20-22 વર્ષની ઉમરે બાંગ્લાદેશની આઝાદી આંદોલન માં હું પણ હતો હજાર, ઢાકામાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ ની મુલાકાત લીધી ત્યારે તેમણે બાંગ્લાદેશને તેની સ્વતંત્રતા ના 50માં વર્ષ માટે શુભેચ્છા પાઠવતા કહ્યુ કે બોંગ્લાદેશની આઝાદી માટે હું પણ સાથે હતો. મારા જીવનનું આ પહેલુ આંદોલન તમે કહી શકો મારી ઉંમર ફક્ત 20-22 વર્ષની હશે જ્યારે મારા કેટલાક સાથીદારો સાથે બાંગ્લાદેશના લોકોના આઝાદી માટે સત્યાગ્રહ કરી રહ્યા હતા.

વધુ માં જણાવ્યુ કે મારી જિંદગી ની અત્યાર સુધી ની સફર માં બાંગ્લાદેશ ની આઝાદી માટેની લડત ખૂબ મહત્વ ની રહી છે. મે અને મારા સાથીઓએ ભારત માં સત્યાગ્રહ કર્યો હતો, લડત દરમિયાન આ દેશના સૈનિકો એ આપેલ બલિદાન ને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને આ લડત દરમિયાન જે ભારતીયો બાંગ્લાદેશ ની પડખે ઊભા રહ્યા હતા એ લોકો ના સાહસ અને જુસ્સા ને પણ કદી નહીં ભૂલી શકીએ.

પીએમ મોદી ઢાકાના રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં તેમના સમકક્ષ શેખ હસીના સાથે મુલાકાત લીધી હતી. મોદીજી એ કહ્યું, “આ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ છે. હું આભારી છું કે બાંગ્લાદેશે આ કાર્યક્રમમાં મને શામેલ કર્યો છે.”

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ મોદી વોહરા સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ટ્વીટ કર્યુ જેમાં તેમણે શહીદ સ્મારક પર બાંગ્લાદેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top