વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કર્યું હતું. અહી યુએનમાં તેમનું બીજું ભાષણ હતું. મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જયંતી પર અહીં સંબોધન કરવું તે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે ભારતે મને પહેલા કરતા મજબૂત જનાદેશ આપ્યો છે, આ કારણ હું અહીં બીજી વખત ઉભો છું. મોદીએ આતંકવાદ પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમે એ દેશના છીએ, જેેણે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા અને આ કારણે અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ છે.
આતંકવાદ કોઇ એક દેશ નહીં, પરંતુ સમગ્ર દુનિયા તરફ માનવતા સૌથી મોટો પડકારમાંથી એક છે. આતંકવાદના નામ પર વહેંચાયેલી દુનિયા આ સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે છે, જેના આધાર પર યૂએનનો જન્મ થયો.આતંકવાદ વિરૂદ્ધ સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિવેકાનંદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અંદાજિત સવા સૌ વર્ષ પહેલા ભારતના આદ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વને ધર્મ સંસદને શાંતિ અને સંપનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સૌથી મોટા લોકતંત્ર ભારતનો આજે પણ દુનિયા માટે સંદેશ છે. શાંતિ અને સંપ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઘણાં મુદા ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આ પ્રસંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યાં છે. મોદીએ કહ્યું કે આ વર્ષે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી થઈ અને મને જનાદેશ મળ્યો. આ જનાદેશના કારણે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું. આ જનાદેશથી નિકળેલો સંદેશ પ્રેરક છે. પીએમ મોદીએ કહ્યું કે મને મળેલા જનાદેશનો ખૂબ જ વ્યાપક સંદેશ છે.આ સમય એટલા માટે વિશેષ છે કારણ કે આ વર્ષે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવી રહ્યું છે, સત્ય અને અહીંસાનો તેમને સંદેશ આજે પણ વિશ્વના પ્રાસંગિક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પાકિસ્તાનના નામનો ઉલ્લેખ નથી કર્યો. ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ વૈશ્વિક મંચ પર બોલવા માટે ફાળવાયેલ સમય દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ નહીં કરે કારણ કે કલમ 370ને રદ કરવી સમગ્ર રીતે ભારતનો આંતરિક મુદ્દો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે ભલે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મદુ્દો ઉઠાવીને પોતાનું કદ ઓછું કરે પરંતુ કાશ્મીર મુદ્દાને ન ઉઠાવીને ભારતે પોતાના ઉંચા હોવાનું પ્રમાણ આપ્યું.
નવા ભારતમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં આયુષ્યમાન ભારત સહિત તમામ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારી વ્યવસ્થાના કારણે વિશ્વાસ પેદા થયો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે વિશ્વનું સૌથીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સરકારને મજબૂત જનાદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે સ્વચ્છતાનો જનાદેશ ભારતમાં શરૂ થયો, જે વ્યાપક સ્તર પર રહ્યો અને પ્રેરક રહ્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ દર વર્ષે 50 લાખ લોકો પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે 5 વર્ષામાં 11 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા. વિશ્વનો સૌથી મોટો ફાઈનાન્શિયલ ઈનકલ્યુઝન કાર્યક્રમ સફળતા પૂર્વક ચલાવ્યો. માત્ર 5 વર્ષમાં 37 કરોડથી વધુ ગરીબોના બેન્ક ખાતા ખોલવામાં આવ્યા.
આજે અમે સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત કરવા માટે અભિયાન ચવાવી રહ્યાં છે. અગામી 5 વર્ષમાં 15 કરોડ ઘરને પાણીના સપ્લાઈ સાથે જોડવા જઈ રહ્યાં છે. સાથે જ સવા લાખ કિમીથી વધુ રસ્તાઓ બનાવવા જઈ રહ્યાં છે. 2022માં જ્યારે ભારત સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા નિમિતે પર્વ મનાવશે ત્યારે અમે 2 કરોડ ઘરોનું નિર્માણ કરીશું.
તેમણે કહ્યું સવાલ એ છે કે આખરે અમે આ બધુ કઈ રીતે કરી શકીએ છીએ ? આખરે નવા ભારતમાં ઝડપથી ફેરફાર કઈ રીતે આવી રહ્યો છે. ભારત હજારો વર્ષ જૂની એક મહાન સંસ્કૃતિછે, જેની પોતાની જીવંત પરંપરાઓ છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ જીવમાં શિવ જોવે છે. આ કારણે અમારું પ્રાણ તત્વ છે- લોકોની ભાગીદારીથી લોકોનું કલ્યાણ છે. આ લોકકલ્યાણ પણ માત્ર ભારત માટે વિશ્વ કલ્યાણ માટે છે. લોકકલ્યાણથી વિશ્વકલ્યાણ. એટલા માટે તો અમારી પ્રેરણા છે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકાવિશ્વાસ. આ માત્ર ભારતની સીમીઓમાં સીમિત નથી. અમારો પરિશ્રમ એ દયાભાવ પણ નથી કે દેખાડો પણ નથી. માત્ર અને માત્ર કર્તવ્યભાવથી પ્રેરિત છે.
આ પહેલાં મોદીએ 2014માં મહાસભાની બેઠકમાં સામેલ થયા હતા. 21 સપ્ટેમ્બરે મોદી સાત દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમણે વિશ્વના ઘણાં નેતાઓ સાથે બહુપક્ષીય અને દ્વીપક્ષીય બેઠક કરી હતી. તેમણે 22 સપ્ટેમ્બરે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આશા છે કે મોદી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા અને તેને ભારતનો અંગત મુદ્દો ગણાવીને પોતાનો પક્ષ મુકી શકે છે. 2022માં જ્યારે ભારત સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા નિમિતે પર્વ મનાવશે ત્યારે અમે 2 કરોડ ઘરોનું નિર્માણ કરીશું.આજે જ્યારે તમને સંબોધિત કરી રહ્યો છું જળ સંરક્ષણને આગળ વધારવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીની સપ્લાઇથી જોડનારા છે.
મોદીએ ભાષણની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને 130 કરોડ ભારતીયોના જનાદેશની તાકાતનો અહેસાસ કરાવ્યો. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીએ સૌથી વધુ મત આપીને મને અને મારી સરકારને પહેલા કરતાં મજબૂત જનાદેશ આપ્યો છે. તેનો સંદેશ બહુ મોટો, વ્યાપક અને પ્રેરક છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર પહેલા ગુરૂવારે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ ચાબહાર બંદરગાહ અને તેના મહત્વ પર ચર્ચા કરી. બન્ને નેતાઓએ આ સિવાય દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને રાષ્ટ્ર હિતો અને વૈશ્વિક વિકાસ પર શેર કર્યા.
મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનમાં ભારતે સૌથી વધુ બલિદાન આપ્યું છે. ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. આતંકવાદ કોઇ એક દેશની નહીં પણ સમગ્ર વિશ્વ અને માનવતાના સૌથી મોટા પડકારો પૈકીનો એક છે. તેથી માનવતા ખાતર જ આતંક સામે વિશ્વએ એકજુટ થવું જરૂરી છે.