જૌનપુરના ખેડૂતોનો પ્રશ્ન, નરેન્દ્ર મોદીએ 2000 રૂપિયા આપીને પરત કેમ લઈ લીધા? વાંચો વિગતે

“અમને ન તો આવાસ મળ્યું ના શૌચાલય મળ્યું છે. સરકારે ગેસ સિલેન્ડર તો આપ્યું છે પરંતુ તેને ઉપયોગ પણ ખુબ જ ઓછું કરૂ છું, કેમ કે, અમારી પાસે એટલા પૈસા નથી કે તેને બીજી વખત ભરાવી શકીએ. આ વચ્ચે પીએમ ખેડૂત યોજના હેઠળ સરકારે બે હજાર રૂપિયા ખાતમાં મોકલ્યા હતા, પરંતુ કેટલાક કલાકોમાં જ તેને પરત લઈ લીધા. એવામાં અમારા જેવા ગરીબ માણસ શું કરે.”

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના નેવઢિયા ગામના નિવાસી વિજય બહાદુરે આ વાત કહી છે. 35 વર્ષિય બહાદુર પાસે લગભગ એક વીઘો જમીન છે અને ઘર ખર્ચ ચલાવવા માટે તેને મજૂરી પણ કરવી પડે છે. પાછલી 24 ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન ખેડૂત સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજના હેઠળ તેમના ખાતામાં 2000 રૂપિયા નાંખવામાં આવ્યા હતા પરંતુ કેટલાક કલાક પછી તે પૈસા પરત થઈ ગયા હતા.

વિજય બહાદુરે જણાવ્યું કે, યૂનિયન બેંકના બરઈપાર-જૌનપુર શાખામાં તેમનું ખાતું છે અને ત્યાથી જ પૈસા કપાયા છે. પૈસા કપાયાના પુરાવામાં બહાદુરે પોતાની પાસબુક બતાવતા કહ્યું, ‘મને ખુશી હતી કે 2000 રૂપિયા મળ્યા છે પરંતુ હવે હું ગુસ્સે છું કે મોદીએ પૈસા આપીને પરત લઈ લીધા’

જણાવી દઈએ કે, દેશની કેટલીક જગ્યાઓથી આવા સમાચાર આવ્યા છે કે, પીએમ કિસાન યોજના હેઠળ કેટલાક ખેડૂતોના ખાતામાં નાંખેલા પૈસા પરત થઈ ગયા છે. ઘણી બધી જગ્યાએથી ફરિયાદ આવ્યા બાદ પણ આ દિશામાં કોઈ જ કાર્યવાહી થઈ નથી.

બહાદુરે જણાવ્યું કે, પૈસા કાપવાને લઈને તેમને બેંક મેનેજરને ફરિયાદ કરી હતી પરંતુ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નહી. તેમને કહ્યું, પૈસા કપાઈ જવાના કારણે મેનેજર પાસે ફરિયાદ કરવા માટે ગયો હતો. મારા સિવાય 15-20 લોકો આવી જ ફરિયાદ લઈને આવ્યા હતા. મેનેજરે કહ્યું, જ્યાંથી પૈસા આવ્યા હતા ત્યાંથી જ નિકાળી લેવામાં આવ્યા છે.

વિજય બહાદુરે જણાવ્યું કે, તેમને પાંચ પુત્રીઓ અને બે છોકરા છે. પૈસાની અછતના કારણે બધાને શાળાએ મોકલી શકતો નથી. દસ લોકોના પરિવારને એક નાના એવા કાચા ઘરમાં રહેવું પડે છે. બહાદુરની પત્ની ગીતા કહે છે કે, તેમને ઘણી વખત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર અપાવવા માટે તલાટી અને સરપંચને વાત કરી પરંતુ તલાટીએ કહ્યું કે, તમારી પાસે હૈડપંપ છે, તેથી તમને આવાસ આપવામાં આવશે નહી.

ગીતાએ કહ્યું, ‘તમે જ બતાવો, જો આવી યોજનાનો લાભ અમારા જેવા ગરીબ લોકોને મળશે નહી તો આ બધુ કોના માટે છે.’ ગીતાને ચાર મહિના પહેલા જ એક બાળક થયો છે પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી વડાપ્રધાન માતૃ વંદના યોજનાનો લાભ પણ તેમને મળ્યો નથી. ગીતાએ કહ્યું કે, તેમને આ યોજનાનું નામ પણ સાંભળ્યું નથી.

પીએમ કિસાન યોજના હેઠળ પ્રત્યક્ષ લાભ હસ્તાતંરણ (ડીબીટી) દ્વારા પૈસા પાત્ર લોકોના ખાતામાં મોકલવામાં આવે છે. પહેલા રાજ્ય સરકારને પાત્ર લોકોની ઓળખ કરીને એક લીસ્ટ અપલોડ કરવો પડે છે. તે પછી કેન્દ્ર સરકાર પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) પોર્ટલનો ઉપયોગ કરીને પૈસા સંબંધિત ખાતાઓમાં મોકલે છે.

આ યોજના હેઠળ બે હેક્ટર એટલે પાંચ એકર અથવા તેનાથી ઓછી જમીનના માલિક ખેડૂતોને 2000 રૂપિયાના ત્રણ હપ્તાઓ આપવાની જોગવાઈ કરી છે. પીએમ કિસાન યોજનાની વેબસાઈટ અનુસાર જૌનપુર જિલ્લામાં અત્યાર સુધી 2,67,278 ખેડૂતોને આનો લાભ મળ્યો છે.

જોકે, કેટલાક ખેડૂતોની ફરિયાદ છે કે, તેમના પૈસા પરત લઈ લેવામાં આવ્યા છે. એક અન્ય ખેડૂત 60 વર્ષિય રમાશંકર શર્માએ જણાવ્યું કે, તેમના પાસે માત્ર એક એકરથી ઓછી જમીન છે. ઘર ચલાવવા માટે વાળંદનું કામ કરવું પડે છે. પાછલી 24 ફેબ્રુઆરીએ 2000 રૂપિયા આવ્યા હતા પરંતુ થોડી જ વારમાં પરત થઈ ગયા હતા.

આ વાતથી નારાજ શર્માએ કહ્યું, “આ યોજનાથી ખેડૂતોને કોઈ જ લાભ મળી રહ્યો નથી. આ માત્ર છેતરપિંડી કરવાની રીત છે, વોટની રાજનીતિ બીજું કશું જ નહી.” તેમને કહ્યું કે, પૈસા કપાયા બાદ બેંકના કેટલાક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, કોઈ જ મદદ મળી નથી. હવે થાકી ગયો છૂં, કોઈને પણ શું કહું? રમાશંકર શર્મા જૌનપુર જિલ્લાના ગોહદા ગામમાં પોતાની પત્ની સાથે રહે છે. બાળકો ઘર છોડીને બહાર ચાલ્યા ગયા છે. શર્મા કહે છે કે, અહી તેમનો કોઈ જ સહારો નથી, એકલાએ જ બધુ કરવું પડે છે. જો આવી સ્થિતિમાં સરકાર પૈસા આપીને પરત લઈ લે છે તો આને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનું કહેવામાં આવશે.

ખાસ વાત તે છે કે, જૌનપુરના સ્થાનિક સમાચાર પત્રમાં આ ખબર છપાઈ હોવા છતાં હજું સુધી આ દિશામાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. એક માર્ચ 2019 ના દિવસે અમર ઉજાલમાં છાપવામાં આવેલ સમાચારમાં દાવો કર્યો છે કે, લગભગ 5000 ખેડૂતોના ખાતામાંથી પૈસા પરત લેવામાં આવ્યા છે.

ધ વાયરે જ્યારે આ વિશે તપાસ કરી હતી તો ખબર પડી કે, જૌનપુર જિલ્લાના એક નાના વિસ્તાર બરઈપુરના માત્ર યુનિયન બેંકના 60થી વધારે ખેડૂતોના પૈસા પરત થઈ ગયા છે.

જોનપુરમાં અમર ઉજાલાના પત્રકાર આનંદ દેવ યાદવે જણાવ્યું કે, ગૌરખપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાને લોન્ચ કર્યા બાદ લગભગ 75000 ખેડૂતોના ખાતામાં પૈસા નાંખવાની વાત કરવામાં આવી હતી. જોકે, બીજા જ દિવસે ખબર પડી હતી કે મોટા પ્રમાણમાં પૈસા પરત થઈ ગયા છે.

તેમને કહ્યું, ખાસ વાત તે છે કે, જેમના પૈસા પરત થયા છે, તેઓ આ યોજના માટે યોગ્ય છે. જો કોઈ અપાત્ર વ્યક્તિના પૈસા પરત થઈ ગયા હોત તો તેમાં કોઈ જ સમસ્યા નહતી. મે પોતે તેની તપાસ કરી હતી. યાદવે કહ્યું કે, અત્યાર સુધી એકપણ સક્ષમ અધિકારી તે બતાવવા માટે તૈયાર નથી કે, આ પૈસા કેમ પરત થયા. જિલ્લામાં બેંક સાથે જોડાયેલ અનિલ કુમાર પાંડેય કહે છે કે, પૈસા પરત થનારાઓની સંખ્યાનો ઘણી મોટી છે અને જાણી-જોઈને આ જાણકારી છૂપાવવામાં આવી રહી છે.

ક્રેડિટ- અમર ઉજાલા

તેમને કહ્યું કે, ‘હું બેંક સાથે જોડાયેલો છું, તેથી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા અને મદદ માંગી. મે બેંકના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી તો તેમને તે વાતની પુષ્ટી કરી કે કેટલાક ખેડૂતોના પૈસા પરત થયા છે પરંતુ સત્તાવાર રીતે આંકડો બતાવવા માટે કૌઈ તૈયાર થયું નહતું.’

લોકસભા ચૂંટણી માટે થઈ રહેલી રેલીઓમાં ભાજપા આ યોજનાને પોતાની મોટી સફળતાના રૂપમાં પ્રદર્શિત કરી રહી છે. પાછલી 24 ફેબ્રુઆરીએ આ યોજનાના લોન્ચ થયાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને ખેડૂતોની સ્થિતિ સુધારાની દિશામાં એક ખુબ મોટું પગલું ગણાવ્યું હતું.

ધ વાયર દ્વારા સૂચના અધિકાર (આરટીઆઈ) હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ દસ્તાવેજોથી પણ તે વાતની પુષ્ટી થાય છે કે, ખેડૂતોના ખાતામાંથી પૈસા પરત થયા છે. કુલ 19 રાષ્ટ્રીયકૃત બેંકોમાથી સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, સિંડિકેટ બેંક, કેનરા બેંકે આરટીઆઈના જવાબમાં સ્વીકાર કર્યું છે કે, આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાંખેલા પૈસા પરત લઈ લેવામાં આવ્યા છે.

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ જણાવ્યું કે, આ યોજના હેઠળ આઠ માર્ચ 2019 સુધી 27,307 ખાતાઓમાં નાંખેલી રકમમાંથી પાંચ કરોડ 46 લાખ રૂપિયા (5,46,14,000 રૂપિયા) પરત લઈ લેવામાં આવ્યા છે.

એસબીઆઈએ પણ જણાવ્યું કે, આઠ માર્ચ 2019 સુધી તેમને લગભગ 42 લાખ 74 હજાર ખાતાઓમાં લગભગ 854.85 કરોડ રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ નાંખ્યા હતા.

આવી જ રીતે બેંક ઓફ મહારાષ્ટ્રે આ વાતની પુષ્ટી કરી છે કે, યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાંખવામાં આવેલ પૈસા પરત લઈ લેવામાં આવ્યા છે. આ બેંકે જણાવ્યું કે, અત્યાર સુધી તેમને લગભગ એક લાખ 88 હજાર ખાતાઓમાં 37 કરોડ 70 લાખ રૂપિયા નાંખ્યા છે. આમાંથી 61 લાખ 20 હજાર રૂપિયા પરત લઈ લેવામાં આવ્યા છે.

આ હિસાબથી બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ખેડૂતોના લગભગ 3,060 ખાતાઓમાંથી પીએમ કિસાન યોજનાના પૈસા નિકાળી લેવામાં આવ્યા અથવા પરત થઈ ગયા છે.તેવી જ રીતે યૂકો બેંકે આરટીઆઈના જવાબમાં જણાવ્યું કે, 24 ફેબ્રુઆરી 2019 સુધી ખાતાના 58 લાખ 38 હજાર રૂપિયા પરત થઈ ગયા હતા. જોકે, બેંકના સહાયક મેનેજર એકે બરૂઆનું કહેવું છે કે,લાભાર્થીઓના બેંક એકાઉન્ટ ખોટા હશે અથવા તેમના આધાર કાર્ડમાં કોઈ ભૂલ રહી ગઈ હોવાના કારણે પૈસા પરત થઈ ગયા હોઈ શકે છે.

કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, એક ડિસેમ્બર 2018 થી લઈને 31 માર્ચ 2019 સુધી પીએમ ખેડૂત યોજના હેઠળ પ્રથમ હપ્તાના રૂપમાં લગભગ ત્રણ કરોડ (3,00,27,429) ખેડૂતોના ખાતામાં લગભગ 6000 કરોડ રૂપિયા (60,05,48,58,000 રૂપિયા) નાંખવામાં આવ્યા છે.

ધ વાયરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે. આ વિષયને લઈને પ્રતિક્રિયા માટે પીએમ કિસાન યોજનાના સીઈઓ અને કૃષિ મંત્રાલયના સંયુક્તસચિવ વિવેક અગ્રવાલને પ્રશ્નોની સૂચી ઈમેલ દ્વારા મોકલી આપી છે અને તેમના જવાબોની રાહ જોવામાં આવી રહી છે.

(ધ વાયરના રિપોર્ટના આધારે)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top