PNB કૌભાંડ: ઈડીએ જપ્ત કરી નીરવની રૂ. 5100 કરોડની સંપત્તિ

પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ઇડીએ કૌભાંડ કરનાર નીરવ મોદીની 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ગુરુવારે ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ગીતાંજલિ જેમ્સના 17 સ્થળોએ ઈડીએ દરોડા પાડી 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં હિરા, ઝેવારાત અને સોનુ સામેલ છે. નીરવ મોદીનો પાસપોર્ટ જપ્ત કરવા માટે ઈડીએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. 11,500 કરોડના કૌંભાડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી બંને દેશની બહાર છે.


ઈડીએ નીરવ મોદીની મુંબઈ, સુરત અને નવી દિલ્હી સ્થિત ઓફિસો, શોરૂમ અને વર્કશોપ પર દરોડા પાડ્યા. ઈડીના અધિકારીઓએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં ભારત ડાયમંડ બોર્સમાં ફાયરસ્ટાર ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડના હેડ ઓફિસ, કુર્લા પશ્વિમ સ્થિત કોહિનૂર સિટીમાં મોદીની અંગત ઓફિસ, તેમના શોરૂમ, દક્ષિણ મુંબઈમાં ફોર્ટ સ્થિત ઈટ્સ હાઉસના બુટીક અને લોઅર પરેલમાં પેનિન્સુલા બિઝનેસ પાર્ક સ્થિત વર્કશોપમાં દરોડા પાડ્યા.

પીએનબીમાં 11,515 કરોડ રૂપિયાના કૌભાંડમાં નીરવ મોદીની કંપનીઓ અને બેંકની મુંબઈ સ્થિત એક મુખ્ય બ્રાન્ચ (બ્રેડી હાઉસ શાખા)ના કેટલાક અન્ય ખાતાઓની સંડોવણી બહાર આવ્યાના એક દિવસ બાદ મોટા સ્તર પર કાર્યવાહી શરૂ કરવામાં આવી. પીએનબીએ ઓછામાં ઓછા 10 બેંક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ, પીએનબીની લોન પાસ કરતી કમિટી કે બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી કોઈ તેમાં સામેલ છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પીએનબી કૌભાંડમાં મની લોન્ડ્રિંગ મામલા પણ સામેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top