રાજકોટમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર એક પોલીસકર્મી દ્વ્રારા જાહેરમાં ખરાબ હરકતમાં કરવામાં આવેલી એક ઘટના સામે આવી છે. ત્યાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ નશામાં ધૂત રહેલો અને એક યુવતી સાથે સરકારી PCR વાનમાં રંગરેલીયા માણી રહ્યો હતો.
તે દરમિયાન કેટલાક લોકો ત્યાં આવી ગયા અને પોલીસકર્મી સહિત યુવતીને અર્ધનગ્ન સ્થિતિમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. લોકો દ્વારા આ ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો હતો.
જ્યારે આ ઘટના કોટડાસાંગણી તાલુકાના શાપર વેરાવળ ગામથી ઢોલરા રોડ પર બની હતી. અહીં હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા સવારના સમયે સરકારી પીસીઆર વાન લઈને તપાસના નામે બહાર નીકળેલા હતા. તેજ સમયે તે પીસીઆર વાન લઈને ઢોલરા રોડ પર પહોંચ્યા હતા. ત્યારે એક સુમસામ જગ્યા પર વાન ઊભી રાખીને એક યુવતી સાથે અંગત પળોને તે માણી રહ્યા હતા. તે દરમિયાન લોકોને વાન પર શંકા જતા તપાસ કરવા માટે ગયા હતા હતા. ત્યારે અશ્વિન મકવાણા એક યુવતી સાથે રંગરેલીયા માણતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તેને ઝડપી પાડતા પોલીસકર્મી તે દરમિયાન ગુસ્સે થઈ ગયો હતો. તે પોતાનો બેલ્ટ ઉતારીને લોકોને મારવા માટે દોડવા લાગ્યો હતો.
તેમ છતાં લોકો દોડી આવ્યા હતા અને અશ્વિન મકવાણા તથા યુવતીને અર્ધનગ્ન હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સમયે ત્યાં હાજર કેટલાક લોકો દ્વારા તેનો વિડીયો ઉતારીને વાયરલ કરી દેવામાં આવ્યો હતો.
આ વાત સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ગઈ છે. તેની સાથે જોતજોતામાં પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ અશ્વિન મકવાણાને કપડા પહેરાવીને શાપર પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, હેડ કોન્સ્ટેબલના આ યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલને નશો ઉતરતા તેને પોતાની ભૂલનો પછતાવો થઈ રહ્યો છે.