વાહ…અમદાવાદ પોલીસે 100 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લીધા, PI સહિતનો સ્ટાફ કરે છે બલ્ડ ડોનેટ

 અમદાવાદ: 100 જેટલા થેલેસેમિયાથી પીડાતાં બાળકોને અમદાવાદ પોલીસે દત્તક લીધા છે. થેલેસેમિયાથી પીડિત બાળકોને નિયમિત બ્લડ મળી રહે તે માટે પીઆઈથી લઈને અન્ય પોલીસ સ્ટાફ રક્તદાન કરે છે.

પીડિત બાળકોના પરિવારજનોને પોલીસ બનશે મદદગાર

દેશમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર મહિને લોહી ચડાવવા માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત આ માટે તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓ એટલી વધી જાય છે કે તેઓની આંખમાંથી રીતસર આંસુ વહેતા હોય છે. આ બધાની વચ્ચે અમદાવાદ પોલીસે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવા માટે આગળ આવ્યા છે.

પોલીસનો માનવીય પ્રયાસ

100 પોલીસ અધિકારીઓએ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લઇને એક સામાજીક અને માનવીય મેસેજ પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. આ બાળકોને તમામ પોલીસ અધિકારીઓ પોતાનું બ્લડ ડોનેટ કરીને તેમને જીવન જીવવા માટે મદદ કરી રહ્યા છે.

પોલીસ 3000 યુનિટ લોહી ડોનેટ કરશે

દર વર્ષે 3000 યુનિટ લોહીની જરૂરીયાત હોય છે જે માટે પોલીસે આગામી દિવસોમાં વધુ બ્લડ ડોનેટ કરીને જરૂરિયાતમંદ બાળકોને 3000 યુનિટ બ્લડ આપશે. જેના કારણે આગામી દિવસોમાં આ બાળકોને કોઇ તકલીફ ન પડે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પોલીસના પગલાંને રાજ્યપાલે વખાણ્યું

પોલીસે બ્લડ ડોનેશન કરવાના પગલાંને રાજ્યપાલ દ્વારા વખાણવામાં આવ્યું છે. જ્યારે શહેરકોટડાના પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એમ ચૌધરી પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. જે આ બાળકને મદદ કરવાની લાગણીથી જ ખુશ થઇ જાય છે.તેમણે અન્ય લોકોને પણ આ રીતે મદદ કરવા માટે આગ્રહ કર્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here