રાત્રી કર્ફયુંમાં યુવતીએ જાહેરમાં ડાન્સ કર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં કોરોનાએ હાહાકર મચાવ્યો છે. અહીયા દરેક શહેરોની હોસ્પિટલોમાં લોકો માટે બેડ ખૂટી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા 20 જેટલા શહેરોમાં રાત્રી કર્ફયું લગાવી દેવામાં આયો છે. રાજકોટ શહેરમાં પણ 8 વાગ્યા પછી કર્ફયું છે પરંતુ અહીયા એક યુવતીએ રાત્રી કર્ફયું દરમિયાન જાહેરમાં બ્રીજ નીચે ડાન્સ કરીને પોતાનો વીડિયો બનાવ્યો છે. સાથેજ તે વીડિયો તેણે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ યુવતીને ઘણું ભારે પડ્યું કારણકે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. સાથેજ તેને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ડીલીટ કરવો પડ્યો છે. યુવતીએ રાત્રે 11 વાગ્યાની આસપાસ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો તેવી માહિતી સામે આવી છે. પરંતુ તેની કરતૂતને કારણે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આ યુવતીએ રાત્રી કર્ફયુંમાં ડાન્સ કર્યો અને વીડિયો બનાવ્યો હતો. બાદમાં જાતેજ તેણે પોતાનો ઠાઠ બતાવા માટે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યો. જોકે પોલીસના ડરના કારણે તેને આ વીડિયો ડિલીટ કરી કાઢ્યો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સાથેજ વીડિયો ડિલીટ કરીને યુવતીએ પોતાના બચાવ પક્ષમા તેના એકાઉન્ટ પર ઘણી કોમેન્ટો કરી હતી.

આ પહેલા પણ રાજકોટના કોટેચા ચોક વિસ્તારમાં બે યુવકોએ વીડિયો બનાવ્યો હતો. જ્યાં ટ્રાફીક જામ થતા રસ્તા પર યુવકોએ પોતાની કાર ઉભી રાખી દીધી. બાદમાં બંને યુવકો ત્યા નીચે ઉતરીને ડાન્સ કરવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફીકજામ થઈ ગયો હતો. પરિણામે બંને યુવકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તે સમયે પણ તે બંને યુવકોને પોલીસ સામે માફી માગવી પડી હતી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભવીષ્યમાં આ ભૂલ ક્યારેય પણ નહી કરીએ. હાલ કોરોના મહામારીને કારણે રાત્રી કર્ફયું એટલા માટે લાદી દેવામાં આવ્યો કે જેથી કરીને લોકો રાત્રે બહાર ન નીકળે અને સંક્રમણ વધારે ન ફેલાય. પરંતુ તેમ છતા અમુક લોકો આ વાતનો દૂર ઉપયોગ કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાએ માત્ર ગુજરાતમાંજ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જેથી સંક્રમણ રોકવું એજ એકમાત્ર ઈલાજ છે. પરંતુ સંક્રમણ રોકાઈ નથી રહ્યું ઉપરથી કેસો વધતાજ જાય છે. આજ કારણોસર સરકાર દ્વારા રાત્રી કર્ફયું રાખવામાં આવ્યો છે. કે જેથી કરીને સંક્રમણને રોકી શકાય. પરંતુ તેમ છતા સંક્રમણ અટકી નથી રહ્યું. તેવામાં લોકોની આવી બેદરકારી આગળ જતા હજુ ગંભીર પરિણામ લાવી શકે છે. માટે બધાજ લોકો જ્યારે જાગૃત થશે ત્યારેજ સંક્રમણ અટકી શકશે.

Scroll to Top