ભાડે કાર આપતા પહેલા 100 વાર વિચાર કરજો: આ શખ્સ ભાડે કાર લઈને બારોબાર વેચી, કરી આટલા કરોડોની કમાણી, આકડો જાણી તમે પણ ચોંકી જશો…

સુરત શહેરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે, ત્યારે તમારે પણ આના પર ધ્યાન દોરવું જોઈએ. જો તમે પણ તમારી કારને ભાડે આપો છો, તો ચેતી જજો. કારણ કે સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ ઊંચા ભાવે કારને ભાડેથી લેતો હતો અને તેને બારોબાર અજાણ્યા શખ્સને વેચી દેતો હતો. જો કે આશ્ચર્ય ની વાત તો એ છે કે આ શખ્સે એક કે બે કાર નહિ પરંતુ અનેક કાર આવી રીતે ભાડે લઈને અનેક ગાડીઓ વેચી દીધી છે અને તેને આ રીતે કરોડોની કમાણી કરી લીધી છે. જેથી તમારે પણ આ રીતે તમારી ગાડી કોઈને ભાડે આપી રહ્યા છે સાવધાન રહેવું જોઈએ નહીંતર તમને ઘણું નુકસાન થઇ શકે છે.

જો કે આ શખ્સ શેહરમાં ટી.જી.સોલાર નામની બનાવટી કંપનીના નામે ભાડા ઉપર ફોર વ્હિલર કાર ઉંચા ભાવે મૂકી આપવાની લાલચ આપી 264 ફોર વ્હિલ કારને બારોબાર વેચાણ કે ગીરવે મૂકનાર ઠગ ટોળકીના રેકેટનો ઈકોનોમીક સેલ કાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી. સુરતએ પર્દાફાશ કરી ફૂલ 200 ગાડીઓ રિક્વર કરી છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને મળેલ ફરિયાદને આધારે પોલીસે ગુપ્ત ઓપરેશન કરી કેતુલ પરમાર નામના ઇસમને ઝડપી પાડ્યા બાદ કાર ભાડે લગાવી આપવાનું કહી કરાતી ઠગાઈનું મસમોટું રેકેટ ઉઘાડું પાડવામા મોટી સફળતા હાંસલ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે ઈકોનોમીક સેલના અધિકારીઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક એસ.ઓ.જી. ની અલગ અલગ ટીમો બનાવી હતી. એટલું જ નહીં પણ આરોઈને ઝડપી પાડવા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. જો કે આ ઝડપાયેલો કેતુલ પરમાર સુરતનો રહેવાસી છે. ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ ટી.જી. સોલાર નામની કંપનીમાં ભાડેથી ફોર વ્હિલ કાર રાખવાનો કોન્ટ્રાકટ મળ્યો હોવાનું કહી લોકોને માસીક રુ.20 થી 50 હજારના ઉંચુ ભાડુ આપવાની લોભામણી વાતો કરી ઠગાઈ કરતો હતો. ત્યારે ગુજરાત-મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પોલીસે 200 કાર કબ્જે લઈ જેતે વાહન માલિકોને પરત આપવાની કામગીરી શરુ કરી છે. આરોપી કેતુલનો સુરત પોલીસે કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ કમિશનરની આગેવાની હેઠળ ઈકોનોમીક સેલ તથા એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ આરોપીએ ફુલ વિવિધ શહેરોમાં 264 ગાડીઓ વેચાણ કરેલ તે પૈકી ફોર વ્હીલર ગાડી કુલ નંગ-200 જેની કિંમત 4,50,00,000ની કબ્જે કરી ગાડી માલીકોને તેમના વાહનો પરત અપાવવાની કાર્યવાહી ચાલુ કરી છે. ઠગ ટોળકીનો ભોગ બનેલા કાર માલીકો સામાન્ય મધ્યમ વર્ગના લોકો હોવાનું સામે આવ્યું છે. આમાંથી ઘણા લોકોએ પોતાની જીવન ભરની બચત કરેલી મુડીથી આ વાહનો ખરીદી કરી કોરોના મહામારીના સમયગાળામાં બીજા કામધંધા બંધ હોય જેથી વાહનોના ભાડાથી પોતાના પરીવારના સભ્યોનુ જીવન નિર્વાહ ચલાવવાનું આયોજન કર્યું હતું.

Scroll to Top