થાણેમાં પકડાયું સેક્સ રેકેટ, 2 એક્ટ્રેસ આર્થિક સંકટના કારણે દેહ વ્યાપારના ધંધામાં પકડાઈ

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા જોવા મળ્યો છે જેના કારણે ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ પણ થયા છે અને બંધ થવા જઈ રહયા છે. જ્યારે આ દરમિયાન કેટલાક લોકો બેરોજગાર પણ બન્યા છે જેના કારણે તેઓ ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધ્યા છે. સામાન્ય લોકોની સાથે-સાથે ફિલ્મ અને ટીવી સીરીયલ સાથે જોડાયેલા અભિનેતા પણ હવે પોતાનો ખર્ચો કાઢવા માટે ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકડાયેલા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની છે. પોલીસ દ્વારા દેહ વ્યાપાર ધંધા સાથે સંકડાયેલી બે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે મહિલા દલાલ અને પુરુષ દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-1 દ્વારા ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર કરવામાં આવતો હોય તે જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે આ દરોડો થાણેના પાચપાખડી વિસ્તારમાં કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુનિટ-1ના દરોડા દરમિયાન તે જગ્યા પરથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળ પરથી સેક્સ વર્કર કરતી બે અભિનેત્રીને ઝડપી પાડી હતી.

પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોડા દરમિયાન બે અભિનેત્રી, 2 મહિલા એજન્ટ અને 1 પુરુષ દલાલ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ જૈન, હસીના મેમણ અને સ્વીટી ચડ્ડા સામેલ છે . કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બનતાં આ અભિનેત્રી મુંબઈના એક્સરેકેટના દલાલનો સંપર્ક કર્યો હતો અને તેમને આ દરમિયાન દેહ વ્યાપાર કરવા માટે થાણેની પસંદગી કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, દેહ વ્યાપાર કરવા માટે દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને અંતે 1,80,000માં નક્કી કરાયું હતું. ગ્રાહકને આપેલા સમય મુજબ બંને અભિનેત્રી દેહ વ્યાપાર માટે થાણે આવી ગઈ હતી. તે સમયે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના સિનિયર અધિકારીએ પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં રેડ પાડતા આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યુ છે કે, બંને અભિનેત્રીઓ પાસે લોકડાઉનમાં કોઈ કામ રહ્યું નહોતું. આર્થિક સંકટને પહોંચી વળવા અને બહાર નીકળવા માટે તેમને દેહવ્યાપારમાં ધંધામાં જવાનું નક્કી કરી નાખ્યું હતું.. આ દરમિયાન પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, આ એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ હતું. તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની પૂછપરછ દરમિયાન તેની સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Scroll to Top