જૂનાગઢમાં હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હજુ એ ઘટનાને વધારે સમય થયો નથી ત્યાં ફરી એકવાર જાહેરમાં હત્યા થઈ. આ વખતે પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે. જુનાગઢમાં બીલખા રોડ સ્થિત આંબેડકરનગરમાં રહેતા કોંગી અગ્રણી અને પૂર્વ મેયર લાખાભાઇ પરમારનાં પુત્ર ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.49) ની ઉપર બુધવારે બપોરનાં બાર વાગ્યાની આસપાસ બીલખા રોડ ખાતેનાં રામ નિવાસ નજીક અજાણ્યા શખ્સોએ કુહાડી સહિતનાં તિક્ષ્ણ હથિયારો વડે હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
ધર્મેન્દ્ર પરમાર ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતાં. આરોપીઓને શોધવા માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટીમો કામે લાગી હતી. જોકે, આ કેસમાં અગાઉ પરિવારે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાન્સિલર, ઉપ પ્રમુખ સહિત 19 લોકો સામે આક્ષેપ કર્યા હતા અને તેમની સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ ફરિયાદમાં પોલીસેચાર અજાણ્યા શખ્સો સહીત આઠ લોકો અને અગિયાર શકદારો મળી કુલ 19 લોકો સામે ફરીયાદમાં નોંધવામાં આવી છે. ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના બે કોર્પોરેટર, ભાજપ ઉપાઘ્યક્ષ અને ભાજપના શહેર અનુસૂચિત જાતિના પ્રમુખનો શકદાર તરીકે ઉલ્લેખ છે. આ ફરિયાદમાં શકદારોનો ઉલ્લેખ થયા પછી જ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો.
મૃતક ધર્મેન્દ્રના ભાઈ રાવણ પરમારે આપેલી ફરિયાદમાં ભાજપના કોર્પોરેટર જીવા સોલંકી, બ્રીજીસા સોલંકી, કાળા રાણવા અનુસૂચિત જાતિ મોરચના પ્રમુખ, શહેર ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ, વોર્ડ નંબર 15ના કાર્યકર સંજય સોલંકીનું પણ નામ સામેલ છે. પોલીસ ફરિયાદમાં મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં મહિલા ગીતા બહેને છરીના ઘા ઝીંક્યા હોવાનો આક્ષેપ છે.
આ પોલીસ ફરિયાદમાં પોલીસે રાવણ પરમારની ફરિયાદના આધારે અશોક પરમાર, ગીતાબેન ચાઉ, વિકિ ઉર્ફે સાગર સોલંકી, કમલેશ ઉર્ફએ મચ્છર સુરેશ સોલંકી, તથા ચાર અજાણ્યા ઈસમોને તહોતદાર બતાવ્યા છે. જ્યારે આ ઘટનામાં ભાજપ શહેર ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ, સંજય ઉર્ફે હબાડીયો, બ્રીજેશા સંજય સોલંકી, શાહિલ મોહન સોલંકી, અશોક કાળ ચાઉ, જીવા રાજશ્રી સોલંકી, હરેશ જીવા સોલંકી, કાળુ સાજણ રાણવા, વજુ મેવાડા, શૈલેસ ઉર્ફે મુસા કોળીના શકદારો તરીકે નામ છે.
પોલીસે જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા હતા. આ દરમિયાન આરોપીઓ રાજકોટ તરફ આવ્યાની અને ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની 2 ટીમો પહોંચી હતી. પણ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર ફિલ્મી ઢબે દોડીને પીછો કરી પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ છે. ત્રણેય આરોપીને જુનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા છે.