સુરતમાં શ્વાનને રાત્રી કર્ફ્યુનો ભંગ કરતા પોલીસે કરી ‘સજા’, શહેરમાં શ્વાન રાખતા લોકોને આપ્યો સંદેશ

રાજ્યમાં કોરોના સંક્રમણનો કહેર વધતા સરકારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. જે કોરોના મહામારીમાં લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે સરકાર દ્વારા રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકો કોરોના ગાઇડ લાઇનના આ નિયમનું પાલન ન કરે તો તેની સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને જે લોકો રાત્રી કર્ફ્યુનો અમલ કરતા નથી તે લોકોને પોલીસ દ્વારા કડક સજા પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે કોરોના મહામારી વચ્ચે સુરતમાં (Surat Night Curfew) રાત્રી કર્ફ્યૂને લઇને પોલીસે એક કૂતરાં (Dog) ને રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ સજા કરી છે. આ વાત જાણીને તમને પણ નવાઈ લાગે છે પણ આ વાત સાચી છે.

જો કે આ કુતરાએ રાત્રિ કર્ફ્યૂના ભંગ કરતા પોલીસે કુતરાને પોલીસ મથકે લાવીને આખીરાત બાંધી રાખ્યો હતો, જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો હતો. જોકે શ્વાનને આપેલી આ તાલીબાની સજાનો વીડિયો સામે આવતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે.

જો કે આ ઘટનામાં સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતો એક બાળક પોતાના ઘરે પાળવામાં આવેલ શ્વાનને રાત્રે આઠ વાગ્યા ની આસપાસ તેને શૌચક્રિયા કરાવવા માટે ઘર બહાર લઇ ગયો હતો. જો કે આ બાળક તેના શ્વાનને ઘરથી નજીક માત્ર 50 મીટર દૂર લઇને ગયો હતો.

આ સમય દરમિયાન પોલીસ તેમની ડ્યૂટી સમયે ત્યાં આવી ગઈ હતી. ત્યારે પોલીસે રાત્રિ કર્ફ્યૂના ભંગ કરતા આ બાળકની તો અટકાયત કરી હતી પરંતુ સાથે સાથે પોલીસે તેના શ્વાનની પણ અટકાયત કરી લીધી હતી અને તેને પણ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. અને આખી રાત આ શ્વાનને પોલીસ મથકની બહાર ગંદકીવાળા ચપ્પલોની બાજુમાં સાંકળથી બાંધી દીધો હતો. ત્યારે આ રીતે રાત્રિ કર્ફ્યૂનાં ભંગ બદલ શ્વાનને સજા આપવામાં આવી હતી.

જો કે દેશમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ શ્વાનને સજા આપી હોય તે આ પહેલો કિસ્સો છે. જેથી આ શ્વાનનો વિડીયો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં શ્વાન રાખતા પરિવારનોને પોલીસે સંદેશો આપ્યો હોય તેમ પોલીસે શ્વાનને પણ ‘સજા’ આપી છે.

Scroll to Top