સુરતમાં દારૂની હેરાફરી જોઈને તમે થઈ જશો ચકિત, પોલીસ પણ પડી અંચબામાં

સુરતમાં દારૂની હેરા ફેરી માટે બુટલેગરો દ્વારા એક નવી રીત અપનાવવામાં આવી છે જેણે જાણી તમારા ઉડી જશે હોશ. આ બાબતમાં પુણા કુંભારીયા-કડોદરા મેઇન રોડ પાસેથી કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમની પાસેથી કાર દારૂની બોટલ અને મોબાઈલ ફોન મળી 1.73. લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસની ટીમ દ્વારા બંને ઈસમોની કડક પૂછપરછ કરતા દારૂ મંગાવનાર અને દારૂ આપનાર ઈસમોના નામો સામે આવ્યા હતા. આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા બે લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે. તે આધારે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

પી.સી.બી.ની ટીમને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, ડીંડોલીની શ્રી રેસીડેન્સી ખાતે રહેનાર વિજય પાટીલ નામના વ્યક્તિ દ્વારા મહારાષ્ટ્રથી સુરત મોટા પાયે ઇંગ્લીશ દારૂના જથ્થાની ફોર વ્હીલ ટેમ્પોમાં તેના માણસો દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી છે. જેમાં દારૂનો મોટો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ક્રિમ કલરનો મહિન્દ્રા બોલેરોમાં ગુપ્ત ખાનામાં લોડીંગ કરાવી સુરત લાવવામાં આવી રહ્યો છે. જ્યારે ટેમ્પો ચાલક થોડા જ સમયમાં કુંભારીયા કડોદરા મેઇન રોડ, વેડછા પાટીયા પાસેથી પસાર થઇ સુરતમાં પ્રવેશ કરવાનો હોવાની જાણકારી મળતા જ પોલીસ દ્વારા ટેમ્પાને પકડી પાડવામાં આવ્યો હતો.

તેની સાથે વધુ જાણકારી સામે આવી છે કે, ટેમ્પો ચાલક મધ નામદેવ સોનવણી, જયેશ ધનરાજ પાટીલ ઉવાકર જેમના મહિન્દ્રા બોલેરોમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 1680 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવી હતી. આ વ્યક્તિઓ મહિન્દ્રા બોલેરો ટેમ્પોના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરી રહયા હતા. પોલીસ દ્વારા આ બન્ને વ્યક્તિ પાસેથી રૂ.1,68,000 ની કિંમતના દારૂની 1680 બોટલની સાથે રૂ.5500 ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂ.3 લાખની મહિન્દ્રા બોલેરો મળી કુલ રૂપિયા 4,73,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેની સાથે વધુ જાણવા મળ્યું છે કે, દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી વિજય પાટીલ અને દારૂનો જથ્થો મંગાવનાર વિ.કે. માવડીયો ઉત્તમભાઇ જાવરેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Scroll to Top