અમદાવાદમાં AMC અને પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં છે. ચારે બાજુથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ પર અમદાવાદ શહેરના પોલીસ ચીફ એ.કે.સિંહે જણાવ્યું કે જો એક પણ વ્યક્તિનો રોજગાર છીનવાય છે તો અમારી ડ્રાઈવ નિષ્ફળ છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ પોતાની રોજી ગુમાવવી નહીં પડે. અમે શહેરમાં 1 લાખ ઓટોરિક્ષા પાર્કિંગ સ્લોટ્સ તૈયાર કરવાના છીએ. અમે આવા 30,000 સ્લોટ્સની ઓળખ કરી લીધી છે અને અન્ય સ્થળો પણ વહેલીતકે શોધી કાઢીશુ.
રિક્ષાએ ત્વરિત ટ્રાન્સપોર્ટનું એક માધ્યમ છે. રિક્ષા વિના શહેર અટકી પડશે. અમે એ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનાથી તે માનભેર રિક્ષા ચલાવીને કમાણી કરી શકે અને દરેક પોલીસ સ્ટેશનમાં ટીમ ફોર્મ કરવામાં આવી છે, જે ઓટો ડ્રાઈવર્સના યૂનિયન સાથે વાતચીત કરીને પાર્કિંગ સ્લોટ્સની ઓળખ કરશે. જ્યાં સુધી પાર્કિંગ સ્લોટ્સની વાત છે, અમે રિક્ષાઓને કાર્સ કરતા વધારે મહત્વ આપીશુ.
ઓટો ડ્રાઈવર્સ માટે યૂનિફોર્મ અને બેજ ફરજિયાત કરવામાં આવશે?
સિંઘે કહ્યું કે, અમે સલાહ આપી છે, પરંતુ નિર્ણય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટએ લેવાનો છે. જો કે અમે ઓટો ડ્રાઈવર્સની ઈમેજ સુધારવાની પહેલ કરી છે. પોલીસ સ્ટેશન લેવલ પર અમારી ટીમ્સ અનેક ઓટો ડ્રાઈવર્સને મળી રહી છે અને તેમને શીક્ષિત કરી રહી છે. અમે આ ઈશ્યુને અલગ રીતે એડ્રેસ કરી રહ્યા છીએ.
જે ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે તેમના વિષે શું કહેશો?
તે લોકો શહેરનો એક અગત્યનો ભાગ છે. અમે ફેરિયાઓ અને લારી વાળાઓના રિહેબિલેશન માટે CEPTના નિષ્ણાંતો સાથે સંપર્કમાં છીએ. અમે ફ્લી માર્કેટ્સ, નાઈટ માર્કેટ્સના કન્સેપ્ટ પર પણ અમે વિચાર કરી રહ્યા છીએ. તેમને પણ ક્યાં રિ-લોકેટ કરી શકાય તેવા સ્થળો અમે શોધી રહ્યા છીએ. તેમનો પર પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.