અમદાવાદઃ 14માં દિવસે તબિયત લથડતા હાર્દિક પટેલને હોસ્પિટલમાં ખસેડાયો છે. હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટમાંથી એક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોલા સિવિલ ખાતે હાર્દિકની સારવાર માટે ડોક્ટરનો મોટો કાફલો ખડે પગે છે. હાર્દિકને પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં ડોક્ટરોની ટીમ તેની પ્રાથમિક તપાસ કરી રહી છે. સોલા સિવિલમાં ખસેડાયા પહેલા હાર્દિક સાથે ખોડલધામના નરેશ પટેલા હાર્દિક પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
પહેલીવાર ઉપવાસ છાવણી અંદર પ્રવેશી પોલીસ
હાર્દિક પટેલના આંદોલનને આજે 14મો દિવસ છે. ત્યારે પ્રથમ વખત એવું બન્યું કે આંદલન છાવણીની અંદર પોલીસ પ્રવેશી હોય. ઝોન એકના DCP જયપાલસિંહ રાઠોડે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.
હાર્દિક સાથે મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે હાર્દિક પટેલની નાદૂરુસ્ત તબિયતને ધ્યાને રાખી મુલાકાત લીધી હતી. ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.
14માં દિવસે તબિયત વધુ લથડી
અમદાવાદ સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. ડોક્ટરોએ હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. તો હાર્દિકે ડોક્ટરોને ફરિયાદ કરી કે તેને હલન-ચલન કરવામાં તકલીફ પડી રહી છે, તથા પેટમાં વધુ દુખાવો તથા ચક્કર આવી રહ્યાં છે. હાર્દિકના પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. જો કે હાર્દિકે વજન કરવાની મનાઇ કરી હતી.