લો બોલો…પોલીસ સ્ટેશનમાંથી જ આટલા લાખની ચોરી કરી નાસી છુટ્યા ચોર

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તર પ્રદેશના આગરાના એક પોલીસ સ્ટેશનમાં ચોરીની રોચક ઘટના સામે આવી છે. ત્યાં ચોરો દ્વારા પોલીસ સ્ટેશનની તિજોરી તોડી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરો દ્વારા શનિવારના રાત્રે જગદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીના પાંચ દરવાજા તોડીને 25 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.

તેમાં પણ આ ઘટના જ્યારે બની ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારી સહિત છ પોલીસકર્મી ઊંઘી રહ્યા હતા. રવિવારની સવારે જ્યારે ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ તો એડીજી અને એસએસપી સહિત અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ બાબતમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવતા ઈન્સપેક્ટર સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે ચોરીની જાણકારી ત્યારે થઈ જ્યારે જગદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીની દેખરેખ રાખનાર પ્રતાપભાન રવિવારના સવારે નવ વાગે ડ્યૂટી પર પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને તાળુ ખોલીને અંદર જોયુ તો સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો. બોક્સના તાળા પણ તૂટેલા હતા. તેઓએ બોક્સ ખોલીને જોયુ તો અંદર રહેલાં 25 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા. એડીજીએ કહ્યું છે કે, જે જગ્યાએ આ ચીજવસ્તુ રાખવામાં આવી હતી એનો એક દરવાજો અને બારી પાછળના ભાગ પણ રહેલ છે. જે હંમેશા બંધ રાખવામાં આવે છે. આ દરવાજો અને બારી તોડીને ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી.

તેની સાથે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચોરો દ્વારા બંધ રહેનાર દરવાજો તોડીને માલખાનામાં ઘુસવામાં આવ્યું હતું. આ બાબતમાં અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. આ ચોરીનીં બાબતમાં ક્રાઈમ બ્રાંચ, સર્વેલન્સ અને એસઓજી સહિતની અનેક ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

એસએસપી મુનિરાજે દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ સ્ટેશનનો એક દરવાજો પાછળની સાઈડ રહેલો છે. જે હંમેશા બંધ જ રહે છે. આ ગેટની અંદર પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં ગેટ અને બારી રહેલી છે. ચોરો દ્વારા પહેલાં બારી ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થતા તેમને તાળુ તોડીને અંદર પ્રવેશ કરી લીધો હતો.

ત્યાર બાદ ચોર બોક્સનું તાળુ તોડીને 25 લાખ રૂપિયા લઈને નાસી ગયા હતા. આ પૈસા 13 ઓક્ટોબરના રોજ આવાસ કોલોનીના સેક્ટર ત્રણમાં રહેનાર રેલવેના કોન્ટ્રાક્ટર પ્રેમચંદના ઘરેથી ચોરીની ઘટનાના ખુલાસામાં આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા. આ રકમ તેને સોનું વેચીને પોતાની પાસે રાખી લીધી હતી. આ બાબતમાં ચોરની ફરિયાદ પણ દાખલ થઈ હતી. રેલવેના કોન્ટ્રાક્ટરના ઘરમાં ચોરીના ખુલાસામાં પોલીસ દ્વારા 24 લાખ કેશની સાથે 3.96 ગ્રામ સોનાના બિસ્કીટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો