GujaratSouth GujaratSurat

જાગૃત નાગરિકે પોલીસકર્મીને કરાવ્યું કાયદાનું ભાન, જોઇ લો વીડિયો

કોરોનાકાળમાં પોલીસજવાનો ખડેપગે રહી જનતાની સેવા કરે છે અને તમામ લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે વિનંતિ કરે છે પરંતુ આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ એવા પણ છે જેઓ પોતે કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરતા, ત્યારે રાજ્યમાં અનેકવાર એવા કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. જેમા પોલીસ જવાનો જ કાયદાને તોડતા નજરે પડી ચૂક્યા છે. કાયદા પ્રમાણે રાજ્યમાં કારના કાચ પર કાળી ફિલમ લગાવવી ગેરકાયદેસર છે ત્યાં જ નંબર પ્લેટ વિનાની ગાડી લઇ રોડ ફરવું એ પણ ગુનો છે ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી કિરીટભાઈે ગેરકાયદે પાર્ક કરવાથી લઈને ગાડીમાં કાળા કાચ લગાવવા ભારે પડ્યાં હતાં.

સુરતમાં પોલીસ દ્વારા જ કાયદાનો ભંગ કરાતો હોવાનું અનેકવાર સામે ચૂક્યું છે. ત્યારે ગઇ કાલે અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી કિરીટભાઈે ગેરકાયદે ગાડી પાર્ક કરવાથી લઈને ગાડીમાં કાળા કાચ લગાવી શહેરમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન શહેરન જાગૃત નાગરિક મેહૂલ બોઘરાએ તાત્કાલિક ટ્રાફિક પોલીસને ઘટના સ્થળે બોલાવીને પીયુસી સહિતના દંડ કરાવ્યા હતાં.

ગાડીમાં કાળા કાચ,નો પાર્કિંગ, પિયુસી અને વગર નંબર પ્લેટની ગાડી લઇ ફરનાર પોલીસ કર્મી અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. જોકે અમરોલી પોલીસ કર્મીને દંડ ફટકારાયા બાદ થોડી રકઝક થઈ હતી. હું પણ સ્ટાફ માં છું એમ કહેતા પોલીસ કર્મચારી ને ટ્રાફિક પોલીસે શબખ શીખડાવવા જ દંડ નો મેમો ફાડયો હતો. જોકે આખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker