Vadodara

વડોદરા: ભાજપના ભૂતપૂર્વ નેતાનો વીડિયો કોલમાં કામલીલાનો વીડિયો વાયરલ

જિલ્લા ભાજપના એક સસ્પેન્ડેડ નેતાનો હનીટ્રેપનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગયો છે. વીડિયોકોલના માધ્યમથી નેતાજી યુવતી સાથે ચેટિંગ કરતા હોય અને અર્ધનગ્ન હાલતમાં ક્ષોભજનક કૃત્ય કરતા હોય તેવો વીડિયો બનાવીને તેમની પાસેથી રુ. 50000 ની માંગણી કરાઈ છે.

વડોદરા જિલ્લાના આ નેતા અગાઉ જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટાયા આવ્યા હતા. આશરે 50 વર્ષની ઉમરના પરિણીત નેતાનો દોઢ મીનિટનો વીડિયો વાયરલ થતા જ ચકચાર મચી ગયો છે. સોશિયલ મીડિયાની જાણીતી મેસેન્જર એપ દ્વારા નેતા પર એક વીડિયો કોલ આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં સામે પક્ષે એક યુવતી જોવા મળી રહી છે. નેતા અને યુવતી બંને વીડિયોમાં હસ્તમૈથુન કરતા જોવા મળી રહ્યા છે. નેતા પોતે અર્ધનગ્ન હાલતમાં સેક્સી ચેષ્ટા કરતા જોવા મળી રહ્યા છે.

હૈસ્તમૈથુનનો વીડિયો યુવતી દ્વારા જ રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. તેના થોડા સમય બાદ નેતાને એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા રુ. 50 હજારની માગણી કરી દીધી હતી. પરંતુ નેતાએ રુપિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો જેથી ફોન કરનાર યુવકે ભાવતાલ પણ શરુ કર્યા હતા પરંતુ નેતાએ રુપિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો જેના કારણે આ વીડિયો વાયરલ થયો હોવો જોઈએ.

હવે આ ઘટનામાં પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાનું અને વીડિયો વાયરલ થયો હોવાનું સામે આવતા જ આ નેતા દ્વારા ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

તેમનો આ વીડિયો જિલ્લા રાજકરણમાં પણ ખૂબ જ ચર્ચાનો વિષય છે. મહત્વની બાબત એ છે કે વડોદરા જિલ્લામાં 2015માં જિલ્લા પંચાયત ચૂંટણીમાં જિત્યા બાદ ભાજપમાં જોડાયા હતા તેમ છતાં 2020માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે તેમને સસ્પેન્ડ કરાયા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker